37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત વિજયનગર તાલુકાના કણાદર ગામમાં હોળી-ઘુળેટીના તહેવાર નિમિત્તે ચિઠોડા પોલીસ ઘ્વારા શાંતિ સમિતિની...

વિજયનગર તાલુકાના કણાદર ગામમાં હોળી-ઘુળેટીના તહેવાર નિમિત્તે ચિઠોડા પોલીસ ઘ્વારા શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ

0
142

ભિલોડા,તા.૨૨

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામમાં ચિઠોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ આર.એલ.દેસાઈના અઘ્યક્ષ સ્થાને હોળી-ઘુળેટીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી.વિજયનગર તાલુકા પંચાયત સદસ્ય બિપીનભાઈ ગામેતી, રામજીભાઈ, રમેશભાઈ, પુનાભાઈ, બિંદુભાઈ, શૈલેષભાઈ સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચિઠોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એ જણાવ્યું કે, હોળી-ઘુળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!