31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : LCBએ ભિલોડા એટીએમ કાર્ડ બદલી 40 હજાર રૂપિયા ઉપાડી લેનાર ગેંગને મદદ કરનાર રાજકોટના બેને કાર સાથે દબોચ્યા


રાજકોટના બંને યુવકો મહારાષ્ટ્રને ગેંગ માટે રેકી કરવાનું અને એટીએમ નજીક સ્વીફ્ટ કારમાં ઉતારી દેતા હતા

ધાંગધ્રા એટીએમ છેતરપિંડીમાં બંને આરોપીઓની સંડોવણી ભિલોડામાં એજ મોડસ ઓપરેન્ડિસથી છેતરપિંડી

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા નગરમાં એક વ્યક્તિને એટીએમ મશીનમાં મદદના બદલે બે ગઠિયાઓએ એટીએમ કાર્ડ બદલી 40 હજાર રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડી કરનાર મહારાષ્ટ્રની ગેંગ માટે એટીએમ મશીનની રેકી કરનાર અને એટીએમ મશીન સુધી વાહનની સગવડ કરી આપનાર રાજકોટના બે યુવક આરોપીઓને દબોચી લઇ ભિલોડા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

અરવલ્લી એલસીબી ડી.બી.વાળા અને તેમની ટીમે ભિલોડા નગરમાં ખરીદી કરવા આવેલ કાંતિભાઈ ભગોરાને પૈસાની જરૂરિયાત ઉભી થતાં યુબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા જતા બે ગઠિયાઓએ એટીએમ બદલી એચડીએફસીના એટીએમમાંથી 40 હજાર રૂપિયા ઉપાડી છેતરપિંડી કરી ફરાર થનાર બંને ગઠિયાઓને ઝડપી પડવા ટેકનિકલ સર્વલન્સ,ટેક્નોલોજી અને પોકેટકોપ મોબાઇલની મદદથી એટીએમ છેતરપિંડી કરી ફરાર ગઠિયાઓ માટે એટીએમની રેકી કરવામાં અને વાહનની સગવડ પૂરી પાડનાર 1)સહદેવસિંહ શિવુભા વાળા અને 2)ભાવેશ કમલેશ માળવી (બંને.રહે,કોઠારિયા સોલવન્ટ વિસ્તાર-રાજકોટ) ઝડપી પાડી ગુન્હાના ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર અને બે મોબાઈલ સહિત રૂ.4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપી યુવકને ભિલોડા પોલીસને સોંપવા તજવીજ હાથધરી એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરતી મહારાષ્ટ્રીયન ગેંગના ત્રણ આરોપીને ઝડપી ચક્રો ગતિમાન કર્યા હતા જીલ્લા એલસીબી પોલીસે એટીએમ બદલી છેતરપિંડી કરવાના ગુન્હાનો ભેદ ગણતરીના મહિનામાં ઉકેલી નાખ્યો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!