મહાદેવગામ ગ્રામપંચાયતના સરપંચ પંકજસિંહ રાઠોડ અને તેના પુત્ર સામે ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગામ (બાકરોલ કંપા)ના વિરેન્દ્રસિંહ કિશોરસિંહ રાઠોડ ના ફરિયાદના આધારે ગામના સરપંચએ અમારા ઘરના ફોટા કેમ પાડતા હતા અને અમારી ઉપર કેમ અરજીઓ કરો છો તેમ કહી આરોપીઓ હાથમાં ધારીયું લાકડીઓ લઈ દોડી આવી માં -બેન સામી ગાળો બોલી ટ્રેક્ટર ઉપરથી નીચે ખેંચી પાડી ફરી ના ખિસ્સામાંથી એમ.આઈ. રેડમી મોબાઈલ ફોન કિ. રૂ.૫૦૦૦/- નો ઝૂંટવી લઈ ફરીને નીચે પાડી દઈ લાકડીથી તથા ગરદાપાટુનો માર મારી ફરીને તેઓના કબ્જાના ખેતરમાંથી આરોપીઓ એ ઉંચા કરી અપહરણ કરી આરોપીઓના ઘરે લઈ જઈ આજે તો તને મારી નખવાનો છે એ રીતેની ધમકીઓ સાહેદ ભગીરથસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ તથા મહિપાલસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ નાઓ ફરીને છોડવવા વચ્ચે પડતા સાહેદોની સાથે પણ ઝપાઝપી કરી બંને પક્ષની ફરિયાદના આધારે ટીંટોઇ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મહાદેવગ્રામના ફરિયાદી માનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડના આધારે આરોપીઓ એ કામના ભત્રીજા સાહેદ પંકજસિંહ ભારતસિંહ રાઠોડનાઓને કહેલ કે તમારા લીધે અમો સરપંચની ચૂંટણી હારી ગયેલ છીએ તેમ કહી બિભસ્ત ગાળો બોલી આરોપીઓ એ તેઓને હાથમાં લાકડીથી પંકજસિંહ ભારતસિંહ રાઠોડ નાઓ બચાવવા વચ્ચે પડતા સાહેદ મહેતાબાનાઓને પણ આરોપીઓ હાથ ઉપર લાકડી મારી ઇજા કરી આરોપીએએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ત્યારે સામે પક્ષે માનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ ફરિયાદ આપી ટીંટોઇ પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
બૉક્સ:- ફરિયાદી: વિરેન્દ્રસિંહ કિશોરસિંહ રાઠોડ નોંધાવેલ ફરિયાદીના આરોપીઓ
1)પંકજસિંહ ભારતસિંહ રાઠોડ
2)સિદ્ધરાજ પંકજસિંહ રાઠોડ
3)મુકેશભાઈ જેના બાપના નામની ખબર નથી
તમામ રહે.મહાદેવગામ( બાકરોલ કંપા) તા.મોડાસા.જી.અરવલ્લી
બૉક્સ:- માનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડે નોંધાવેલ ફરિયાદીના કોણ કોણ આરોપીઓ
1)વિરેન્દ્રસિંહ કિશોરસિંહ રાઠોડ
2)ભગીરથસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ
3)મહિપાલસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ
તમામ રહે મહાદેવગ્રામ (બાકરોલ કંપા) તા.મોડાસા.જી.અરવલ્લી