38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ અરવલ્લી : ક્ષત્રિય પરિવારની પુત્રી જાગૃતિ પગી BSFની તાલીમ પૂર્ણ કરી...

અરવલ્લી : ક્ષત્રિય પરિવારની પુત્રી જાગૃતિ પગી BSFની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા ગોતાપુર ગામમાં ભવ્ય સ્વાગત, વરઘોડો કાઢ્યો

0
4816

દેશની મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડીને પુરૂષ સમોવડી બની છે.અને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની વ્યાખ્યાને ચરિતાર્થ કરી રહી છે.અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ગોતાપુર ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી પરિવારની પુત્રી જાગૃતિ પગીએ સીમા સુરક્ષા દળમાં ભરતી થઈને માતાપિતા,પરિવાર તેમજ બાયડ તાલુકા સહીત અરવલ્લીનું નામ રોશન કર્યુ છે.અને ગ્રામીણ મહિલાઓ પણ દેશસેવા કરી શકે તેવો એક સંદેશ સમાજને પુરો પાડ્યો છે. જાગૃતિ પગી બીએસએફની તાલીમ પુર્ણ કરીને પરત પોતાના વતન આવતા ગ્રામજનોએ કારમાં વરઘોડા કાઢી ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું જાગૃતિ પગીએ અન્ય યુવતીઓને પણ લશ્કરમાં જોડાવવા આહવાન કર્યું હતું

દેશમાં બદલાતા આધુનિકતાના સમયની સાથે હવે મહિલાઓ પણ પુરૂષની સાથે ખભેખભા મિલાવી રહી છે.હવે માત્ર મહિલાઓ પોલીસતંત્ર કે એસઆરપીમાં નહી પણ ગૂજરાતની મહિલાઓ ભારત માતાની રક્ષા માટે દેશની સરહદ પર બંદૂક લઇને દેશની રક્ષા કરતા જોવા મળે તે દિવસો દૂર નથી.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ગોતપુર ગામના ક્ષત્રિય ઠાકોર પરિવારની પુત્રી બીએસએફમાં સૈનિક તરીક પસંદગી પામી હતી.ત્યારબાદ બીએસએફની એકેડમી ખાતે ૧૧ માસની કઠીણ તાલીમ પુર્ણ કરી વતન ગોતપુર પહોંચતા યુવતીના પરિવારજનોએ અને ગ્રામજનોએ કારમાં વરઘોડો કાઢી ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યુ હતું કેટલાક યુવક-યૂવતીઓએ જાગૃતી સાથે સેલ્ફી પણ પડાવી હતી.

જાગૃતિ પગીએ જણાવ્યું હતું કે, હુ દેશની યુવતીઓને સંદેશો આપવા માંગુછુ કે મારી જેમ પણ દિકરીઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાઈને પોતાના દેશનુ અને સમાજનુ નામ રોશન કરે”જાગૃતિ પગીના પરિવારજનોએ ગૌરવ પૂર્વક જણાવ્યુ હતુ કે” અમારી દીકરી અમારા માટે ગર્વ છે.અને અન્ય દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે તેમજ સમાજની દીકરીઓ અભ્યાસમાં આગળ આવે તે ખુબ જરૂરી હોવાનું જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!