29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મેઘરજ નગરમાં ભીખાજી ઠાકોરની ટીકીટ રદ કેમ કરવી કહી ભાજપના...

અરવલ્લી : મેઘરજ નગરમાં ભીખાજી ઠાકોરની ટીકીટ રદ કેમ કરવી કહી ભાજપના અગ્રણીને એક શખ્સે ફેંટ પકડી હુમલો કર્યો

0
158

ભાજપના અગ્રણી ગલાજી ડામોરે તેમના પર હુમલો કરનાર શખ્સ સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી

સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે આફતનો પહાડ બની રહી છે ભાજપે ભીખાજી ઠાકોરને ટીકીટ આપ્યા બાદ તેમના સમર્થકો અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો હતો ત્યારે કેટલાક ટીકીટ ઇંચ્છુકોએ ભીખાજી ઠાકોરની જાતિ અને અટકનો મુદ્દો બનાવી ભીખાજી ઠાકોર કે ડામોર અંગે સોશ્યલ મીડિયામાં થી લઇ પત્રિકા યુદ્ધ સુધી પહોચતા ભીખાજીને ઉમેદવાર તરીકે રદ કરી પ્રાંતિજ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યના પત્ની શોભાનાબેન બારૈયાને ટીકીટ આપ્યા બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે મેઘરજ નગરમાં રવિવારે ભાજપના અગ્રણી પર એક શખ્સે ભીખાજી ઠાકોરની ટીકીટ કેમ કાપી કહી બે ત્રણ થપ્પડ ઝીંકી દેતા અને ઝભ્ભો ફાડી નાખવાનો પ્રયત્ન થતાં સમગ્ર પંથકમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

મેઘરજ તાલુકાના ભાજપના અગ્રણી ગલાજી ડામોર તેમની પુત્રીની શિષ્યવૃત્તિની પરીક્ષા હોવાથી મેઘરજમાં સાથે આવ્યા હતા ત્યારે બજારમાં કામકાજ અર્થે પસાર થતા જીશાભાઈ લખુભાઈ ડામોર નામના શખ્સે તમે ભીખાજી ઠાકોરની ટીકીટ કેમ કાપી કહી બિભસ્ત ગાળો બોલવાની સાથે ભાજપ અગ્રણી પર હુમલો કરી ઝભ્ભો ફાડી નાખવાનો પ્રયત્ન કરતા ગલાજી ઠાકોરે હુમલો કરનાર શખ્સને સમજવાનો પ્રયત્ન કર્યો હતો ભીખાજી ઠાકોરના કહેવાતા સમર્થકના હુમલાથી ભયભીત બનેલ ગલાજી ડામોરે તેમના પર હુમલો કરનાર શખ્સ સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ન્યાયની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!