ભિલોડા,તા.૦૭
સૈનિકો માટે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ દરમિયાન દેવેન્દ્ર પ્રકાશ મીના (I.A.S) મદદનીશ કલેકટર મોડાસા, વંદના મીના (I.A.S) મદદનીશ કલેકટર મોડાસા, નિકુંજકુમાર વી. પટેલ (G.A.S) કલેકટર, મોડાસા ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત અન્ય નાયબ મામલતદાર, મોડાસા, નાયબ મામલતદાર, ભિલોડા ઉપરાત શૈક્ષણિક સ્ટાફ અને વિશેષ મોટી સંખ્યામાં માજી સૈનિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને ખુબ જ આગવું રૂપ આપ્યું હતું.કાર્યક્રમમાં માજી સૈનિકોનો સન્માન, શપથ વિધિ તેમજ મતદાન જાગૃતિ અંગે પ્રતિજ્ઞા અને સિગ્નેચર કેમ્પિયન જેવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.ત્રણેય મહાનુભાવો દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.