રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમદેવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે બફાટ કર્યો તેને લઈને વિવાદ વકર્યો છે ક્ષત્રિય સમાજનો ગુસ્સો સાતમા આસમાને છે ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચવાને લઈને ક્ષત્રાણિયો જૌહર કરવા સુધી વાત પહોંચી ગઈ છે અરવલ્લી જીલ્લાના ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગને લઈને ઠેર ઠેર તાલુકા મથકે આવેદન પત્ર આપ્યા બાદ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાનો વિવાદ ગામડાઓ સુધી પંહોચી ગયો છે
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ પક્ષ ટીકીટ રદ કરેની માંગ પર અડગ બની વિરોધ નોંધાવી રહ્યા છે જીલ્લાના 10થી વધુ ગામમાં રૂપાલાની ટીકીટ રદ ન થાય તો ભાજપ માટે પ્રવેશબંધીના બેનર લગાવી દીધા છે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહીંના બેનર લગાવવામાં આવી રહ્યા છે મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં ભાજપ પ્રવેશ પ્રતિબંધ બેનર સાથે રેલી કાઢી હાય રે રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવેની આગ ધીરેધીરે અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો સુધી પ્રસરતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસાર કરવા જતા ડરી રહ્યા હોવાનું અંદરો અંદર ચર્ચાએ જોર પકડ્યું છે