મોડાસા શહેરમાં અન્નપૂર્ણા ટ્રસ્ટની સેવાકીય સુવાસનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે મોડાસા શહેરમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમના સગા-સંબંધીઓ અને મજૂરી અર્થે આવતા શ્રમિકોની ચિંતા કરી ફક્ત બે રૂપિયાના ખર્ચે શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ શહેરમાં રહેતા
અસહાય,નિરાધાર,દિવ્યાંગ અને એકલા રહેતા લોકોના ઘરે ઘરે ટિફિન પહોચાડી અન્નપૂર્ણા ટ્રસ્ટ માનવતા મહેકાવી રહી છે ઉનાળાની બળબળતી ગરમી શરૂ થઈ છે ત્યારે અન્નપૂર્ણા ટ્રસ્ટે શ્રમિકો અને જરૂરિયાત મંદ લોકોની ચિંતા કરી મફત ચપ્પલ વિતરણ કરતા શ્રમિકો ના ચહેરાઓ પર સ્મિત છવાયું હતું.
મોડાસા શહેરના અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી ચન્દ્રવદનભાઈના સૌજન્યથી ચાર રસ્તા ટાઉન હોલમાં આવેલ અન્નપૂર્ણા ટ્રસ્ટના કેન્દ્રનો લાભ લેતા શ્રમિકો અને ગરીબ લોકોને ટ્રસ્ટીઓએ ભોજન સાથે મફત ચપ્પલ વિતરણ કરતા શ્રમિકોમાં ખુશી છવાઈ હતી