કરાઇ
હાલોલ,
હાલોલ નગર ખાતે સિંધી સમાજના મહાપર્વ ચેટીચંદ અને નવા વર્ષની ઉજવણી કરાઈ હતી જેમાં ચેટીચંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલા શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શ્રી જુલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું સાંજે 5 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરવામા આવી હતી.
હાલોલ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધુમથી ઉજવણી
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -