મોડાસા ચાર રસ્તા પર ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ,હિન્દૂ સમાજના અગ્રણીઓ દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા
પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ઈદ-ઉલ-ફિત્રની ઉલ્લાસપૂર્વક ઉજવણીમાં મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઈદ મુબારકરૂપી શુભેચ્છા પાઠવી હતી અરવલ્લી જીલ્લામાં ગુરુવારે ઈદગાહમાં રમઝાન ઈદ નીમીત્તે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી મોડાસા ટાઉન પોલીસ તંત્ર દ્વારા રમઝાન ઈદ માં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી ઈદગાહમાં મોડાસા શહેર તથા આસપાસના ગ્રામવિસ્તારમાં રહેતા તમામ મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈ નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવ્યા હતા મોડાસા ચાર રસ્તા પર હિન્દૂ સમાજના અગ્રણીઓ અને રાજકીય પક્ષો અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો હરોળબદ્ધ ઉભા રહી ઈદગાહ માં નમાઝ અદા કરી પરત ફરતા અબાલ વૃદ્ધ સૌકોઈ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવતા ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ પેદા થયું હતું
અરવલ્લી જીલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ચાંદ કમિટીની જાહેરાત બાદ અને ગત રાત્રીએ ચાંદ દેખાતા જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો હતો અને ઈદની ઉજવણી શરુ કરી હતી જીલ્લાના તમામ ઈદગાહોમાં સવારથીજ અબાલ વૃદ્ધ સૌકોઈ નવા વસ્ત્રોમાં સજ્જ થઇ ઈદની વિશેષ નમાઝ અદા કરીને એકમેકને ગળે ભેટીને ઈદની મુબારક બાદી પાઠવી એકબીજાના ઘરે જઈ અરસ-પરસ ઈદની શુભકામનાઓ પાઠવી હતી તેમજ સૌકોઇએ ખીર ખુરજા ખવડાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતું ઈદ-ઉલ-ફિત્ર ની ઉજવણી માં બાળકો એ બગીચાઓમાં પહોંચી આનંદ ઉઠાવ્યો હતો