38 C
Gujarat
Sunday, July 12, 2026
Home Uncategorized અરવલ્લી : ધનસુરાની શ્રી.જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહિલા મતદાન...

અરવલ્લી : ધનસુરાની શ્રી.જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
110

 

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું       

વટ વચન અને વોટ,દસ મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે

જીલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પરીકે મહિલાઓ સાથે સંવાદ કરી કહ્યું આપણા અરવલ્લી જિલ્લામાં મહિલા મતદાન ૧૦૦% થાય તેવી આશા રાખું છું અને અપીલ કરું છું 

અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો  થઈ રહ્યા છે.જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.

અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતગર્ત ધનસુરા તાલુકામાં શ્રી. જે. એસ. હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું,સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી,આપણા જિલ્લામાં ૧૦૦% મહિલા મતદાન થાય તેવી અપીલ કરી છે અને ૭ તારીખે આપણે સૌએ બહાર નીકળીને મતદાન કરીએ અને લોકશાહીના પર્વમાં ભાગ લઈએ.અને મતદાન કરવું અને કરાવવું તે માટે અપીલ કરી છે. આ અભિયાનમાં મતદાન જાગૃતિ વિષય ઉપર ભવાઈ,ફેશન શો,અને ગરબા અને અન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા 

  આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પુરવઠા અધિકારી,પ્રાંત અધિકારી,નાયબ ચૂંટણી અધિકારી,સ્વીપ નોડલ અધિકારીઓ અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!