37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ધર્મ / જ્યોતિષ અરવલ્લી : મહંત બાલકદાસને સમરસતાની ઉત્કૃષ્ઠ કામગીરી માટે યાત્રાધામ સોમનાથમાં સન્માનિત કરાયા

અરવલ્લી : મહંત બાલકદાસને સમરસતાની ઉત્કૃષ્ઠ કામગીરી માટે યાત્રાધામ સોમનાથમાં સન્માનિત કરાયા

0
139

                              ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શ્રેષ્ઠ સમાજસેવીઓને ચાલું વર્ષે વિવિધ એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું મહંતશ્રી બાલકદાસ સાહેબને કબીર સાહેબના વિચારોનો સાહિત્ય દ્વારા પ્રચાર પ્રસાર અને સામાજિક સમરસતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંત શ્રી કબીર સાહિત્ય એવોર્ડ  એનાયત કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે સોમનાથ ખાતે સમન્વય સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સન્માન પામેલા પદ્મ શ્રી સન્માનિત મહાનુભાવો તેમજ વિશિષ્ટ સેવાર્થીઓ સાથે અરવલ્લી જિલ્લાના બાદરપુરા ગુરુગાદીના ગાદીપતિ મહંતશ્રી બાલકદાસ સાહેબનુ પણ સમાજ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા 

           આ સન્માનથી અરવલ્લી જિલ્લાના સાહિત્ય અને ધર્મ પ્રેમી શુભેચ્છકોમાં નિલેશ જોષી, ભરત પરમાર, ચંદ્રકાંત પટેલ, અમિત કવિ સહિત અનેક શુભચિંતકોએ શુભેચ્છાઓ પાઠવી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!