asd
22 C
Ahmedabad
Friday, November 8, 2024

સાબરકાંઠા : લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર BZ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પાછી ખેંચી,ભાજપે નાક દબાવ્યું હોવાની ચર્ચા


BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકોમાં ભારે નિરાશા,ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખુલ્લેઆમ સમર્થન આપનાર ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી  સ્થિતિ,અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફોર્મ પરત કરતા ભાજપ-કોંગ્રેસ ગેલમાં,ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઉમેદવારી પત્ર ભર્યુ ત્યારે રાત્રે દોઢ વાગે ભાજપના કદાવર નેતાનો ફોર્મ પરત ખેંચી લેવા ફોન આવ્યો હોવાની ચર્ચા,ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપ સાથે સંકળાયેલ ચુસ્ત ટેકેદારોમાં સન્નાટો                                                                              ,ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી પરત આગામી સમયમાં રાજકીય આત્મહત્યા સાબિત થઈ શકે છે :રાજકીય સૂત્રો                            ભૂપેન્દ્રસિંહ ઝાલાને અંદરખાને સમર્થન આપનાર બે ધારાસભ્યો ચોંકી ઉઠ્યા..!!,અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફોર્મ પરત કરતા ભાજપ-કોંગ્રેસ ગેલમાં, ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપે લોલીપોપ આપી હોવાની ચર્ચા ,                                                                                                                                           ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પરત ખેંચી અંગે સતત સંપર્ક કરવા છતાં મોબાઈલ સ્વિચ ઓફના પગલે સંપર્ક થઈ શક્યો ન હતો 

Advertisement

                     સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મંગળવારે શુભ મુહર્તમાં ઉમેદવારી પત્ર ભરી દીધા પછી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના સીધા જંગના મંડરાણ વચ્ચે ભાજપના સંનિષ્ઠ યુવા કાર્યકર અને સેવાકીય કાર્યો માટે જાણીતા BZ ગ્રુપ અને ગ્રોમોર એજ્યુકેશનના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુરુવારે જંગી વાહનોના કાફલા સાથે ગ્રોમોર કેમ્પસથી રેલી કાઢી ઉમેદવારી પત્ર ભરતા સાબરકાંઠા લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશેની ચર્ચાઓના દોર વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી પરત કરતા તેમના ટેકેદારોમાં સન્નાટો છવાયો છે ભાજપ મોવડી મંડળે પ્રેસર પોલીટેક અપનાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે                                                પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક હજારથી વધુના વાહનના કાફલા સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધવતા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલાના શક્તિપ્રદર્શન અને ભાજપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકતારોનું ખુલ્લા સમર્થનના પગલે ભાજપનું મોવડી મંડળ ચોંકી ઉઠ્યું હતું ભુપેન્દ્રસિંહ ઝાલા પર ભાજપ પક્ષના કદવાર નેતાઓએ ફોર્મ પરત ખેંચી લેવા દબાણ શરૂ કર્યું હોવાની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પરત ખેંચી લેતા તેમના ટેકેદારો મૂર્છિત બન્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપ મોવડી મંડળે લોલીપોપ આપી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે બીજીબાજુ સોશ્યલ મીડિયામાં ભૂપેન્દ્રિંહ ઝાલાએ ભાજપ સાથે મોટો સોદો કરી લીધો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે                    

Advertisement

સોશ્યલ મીડિયામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે એક મેસેજ ફરતો થયો હતો જેમાં ચાહકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી ઉમેદવારી પરત ખેંચી હોવાનો ઉલ્લેખ કર્યો છે 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!