ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને રેડ ક્રોસ અરવલ્લી જીલ્લા શાખા મોડાસાના સંયુક્ત ઉપક્રમે મોડાસા કાર્યાલયમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે વિના મૂલ્યે ફુલ બોડી પ્રોફાઇલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પના દસ હજારથી વધુ મૂલ્યના ટેસ્ટ કેમ્પમાં લાભ લેવા આવેલ અગિયાર બાળકોને નિઃશુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા
મોડાસાની અરવલ્લી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાર્યાલય ખાતે યોજાયેલ થેલેસેમિયા મેજર ફૂલ બોડી પ્રોફાઈલ કેમ્પમાં ગિરીશ પટેલ, નવીન રામાણી તથા કનુભાઈ પટેલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ મોડાસાના ચેરમેન ભરતભાઈ પરમાર અને રામાણી બ્લડ બેન્કના માલિક નવીનભાઈ રામાણીના સંકલનથી થેલેસેમિયા મેજર બાળકોની પરિસ્થિતિ સમજી તેઓને આર્થિક રાહત મળે અને અમદાવાદનો ધક્કો ન થાય તેવા ઉમદા હેતુથી કેમ્પનું આયોજન કર્યું હતું તથા જેમાં જીલ્લાના જરૂરિયાત મંદ બાળકો અને તેમના પરિવારજનોએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં ભાગ લેનાર બાળ દર્દીઓ અને તેમના પરિવાજનો માટે ભોજનની વ્યવસ્થા ગુરુકૃપા ટ્રેક્ટર્સના ગિરીશ પટેલ અને જય પટેલે કેમ્પમાં ઉપલબ્ધ કરાવી હતી ગોપાલ નમકીન દ્વારા નમકીનની ગિફ્ટ્સ આપી હતી રેડક્રોસના કારોબારી સભ્ય કનુભાઈ પટેલે ઉનાળાની ગરમીમાં ઠંડીથી રાહત મળે અને તાકાત મળી રહે તે માટે અમુલ ફ્લેવર મિલ્ક વિતરણ કર્યુ હતું ચેરમેન ભરતભાઈ પરમારે દાતાઓના પરિચય સાથે ખાદીના રુમાલથી અભિવાદન કર્યું હતું તથા આ માનવતાના કામમાં સહભાગી થવા બદલ આભાર માન્યો હતો. રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ વાડજના ટેકનીશિયન ટીમે બ્લડ સેમ્પલ એકત્ર કર્યા હતા