30 C
Ahmedabad
Saturday, May 4, 2024

ગોધરા- BSPના ઉમેદવાર શૈલેષ ઠાકરે ઉમેદવારી પાછી ખેંચી,ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવને સમર્થન


 

Advertisement

         પંચમહાલ  લોકસભા બેઠક માટે  બહુજન સમાજ પાર્ટી માંથી  ઉમેદવારી કરનારા શૈલેષ ઠાકરે   એકાએક ઉમેદવારી ફોર્મ પાછુ ખેચવાનો નિર્ણય લીધો છે. ભાજપમાંથી  લોકસભાની ટીકીટ માટે દાવેદારી કરનારા  શૈલેષ ઠાકરને ટીકીટ નહી મળતા તેમને બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોધાવી હતી. પંચમહાલ ભાજપ વર્તુળમાં પણ ગણગણાટ થઈ ગયો હતો. આ મામલે  પંચમહાલ જીલ્લા ભાજપના  નેતાઓએ  શૈલેષ ઠાકર અને તેમના સમર્થકો સાથે  પંચમહાલ  ભાજપના નેતાઓએ  એક બેઠક કરી  તેમની માંગણીઓને સંતોષવાની ખાતરી આપી હતી. આખરે તેઓ માની જતા ઉમેદવારી ફોર્મ પાછુ ખેચવાનો નિર્ણય દ્વારા લેવાયો હતો.  

Advertisement

 

Advertisement

 

Advertisement

 પંચમહાલ  લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટી માંથી  ઉમેદવારી નોધાવનારા શૈલેષ ઠાકર પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગજો એ સક્રિય ભૂમિકા ભજવીને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર ને ફોર્મ પરત ખેંચવા મનાવી લેવાયા હતા.  બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરે બપોરે પોતાના સમર્થકો સાથે ચુટણી અધિકારી કચેરી ખાતે જઈને ઉમેદવારી ફોર્મ પાછુ ખેચ્યુ હતુ.તેમની સાથે ભાજપના બે  ભાજપના  નેતાઓ  શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને ગોધરા ના ધારાસભ્ય સી.કે. રાઉલજી પણ ચુટણી અધિકારી કચેરીએ   હાજર  રહ્યા હતા.નોધનીય છે કે   બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા  બાદ તેમને  હાલની રાજકીય પાર્ટીઓ દ્વારા જાતિ આધારિત મેરીટ પ્રમાણે ટિકિટોની ફાળવણી કરવામાં આવે છે જે લોકશાહીના મૂલ્યોને વિપરીત છે. ઓછા ભણતર ધરાવતા ઉમેદવારો અને જાતિ આધારિત મેરીટ ધરાવતા ઉમેદવારોને ટિકિટો આપવામાં આવે છે.તેવી મિડીયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ.  જોકે તેમને  લોકસભા ચુટણી માટે નોધાવેલુ ઉમેદવારી ફોર્મ  પરત ખેચી લેતા હવે તેઓ પુનઃ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનુ સમર્થન કરશે. સાથે સાથે તેઓ  બ્રહ્મ સમાજના અગ્રણી પણ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!