31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines મધ્ય ગુજરાતમાં મહાસંમેલનમાં આવશે PM નરેન્દ્ર મોદી, એપ્રિલ મહિનામાં દાહોદ ખાતે આદિવાસી...

મધ્ય ગુજરાતમાં મહાસંમેલનમાં આવશે PM નરેન્દ્ર મોદી, એપ્રિલ મહિનામાં દાહોદ ખાતે આદિવાસી સંમેલન

0

નરેન્દ્ર મોદી ફરી એપ્રિલ મહિનામાં આવશે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. આગામી સમયમાં આદિવાસી સમાજના લોકોનું સંમેલનનો થવા જઈ રહ્યું છે.

20 એપ્રિલના રોજ દાહોદમાં આદિવાસી સમાજના સંમેલનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા છે. આજે ગાંધીનગરમાં બેઠક સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળવા જઈ રહી છે ત્યારે આ પ્રવાસને લઈને ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમનું સફળ આયોજન કેમ કરવું તેને લઈને ચર્ચા કરવામાં આવશે.

1 લાખથી વધુ આદિવાસીઓના સંમેલનની તૈયારીઓ મધ્યગુજરાત દાહોદ ખાતે થવા જઈ રહી છે. 20 એપ્રિલ મહિનાની આસ પાસ મધ્ય ગુજરાતમા દાહોદમાં મોટા પાયે આ સંમેલ થવા જઈ રહ્યું છે. ભાજપની તૈયારીઓની કવાયત શરૂ કરવામાં આવી રહી છે તેવું કહી શકાય છે કેમ કે, વડાપ્રાધનના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. લગભગ એક મહિનામાં એક જાહેર સભાને સંબોધન કરી શકે છે વડાપ્રધાન. જેથી માર્ચ મહિનામાં તેમના રોડ શો બાદ બની શકે છે કે, 20 એપ્રિલે પણ તેઓ આ સંમેલમાં હાજરી આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!