38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અમદાવાદ : ઓઢવના વિરાટનગરમાં એક જ પરીવારના 4 સભ્યોની હત્યાથી ખડભળાટ

અમદાવાદ : ઓઢવના વિરાટનગરમાં એક જ પરીવારના 4 સભ્યોની હત્યાથી ખડભળાટ

0
217

મેરા ગુજરાત, અમદાવાદ

રાજ્યમાં લૂંટ, હત્યા તેમજ ચોરી જેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે, પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના ઘટી કે, પગ તળેથી જમીન સરકી જાશે. અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અમદાનાદના ઓઢવ વિસ્તારમાં બની હતી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી, જેમાં એક જ પરીવારના 4 સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા. ક્રાઈમની આ ચોંકવાનારી ઘટના હતી. ઓઢવના વિરાટનગરમાં એક જ પરીવારના 4 સભ્યોની હત્યા પરીવારના મોભીએ વિનોદ મરાઠીએ કરી હતી. ત્યાર બાદ વિનોદ મરાઠી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ચકચાકી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે આ હત્યારાની શોધખોળ ચાલું કરી છે.

બાળકો, પત્ની અને દાદીની હત્યા કરી હતી. તેમના સાસુ પર પણ વિનોદે હુમલો કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની 7 ટીમો બનાવવામાં આવી છે.  મૂળ મહારાષ્ટ્ર નો છે અન તેની ત્યાં જઈને તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિનોદ આર્થિક સંકળામણમાં આવી ગયો હતો. તેને પોતાનું ઘર પણ વેચી દીધુ હતું. ખાસ કરીને આર્થિક સંકળામણ સહીતના અન્ય કારણો અને તેના કારણે થઈ રહેલા પરીવારના ઝઘડાના કારણે તે ભાન ભૂલ્યો હતો એને તેને આ હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!