માનવીએ ભરેલી વિકાસની હરણફાળ જ પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઈ રહી છે ત્યારે આ અબોલ પક્ષીઓને બચાવવા માટે દરેક વ્યક્તિએ અને પરિવારે ઘર બહાર ધંધા રોજગારના સ્થળે પાણીના કુંડા ભરવા Mera Gujaratની નમ્ર અપીલ છે આપણે જ પક્ષીઓને ડિહાઈડ્રેશનથી બચાવવા પ્રયાસ કરવો પડશે
ઝાડ પર લટકતાં ચામાચીડિયા અને વાગોળ સહિત નિશાચર પક્ષીઓ ડિહાઇડ્રેશનના લીધે દિવસે ઝાડ પરથી નીચે પટકાઈ રહ્યા છે
વિકાસની હરણફાળ અને આંધળી દોટથી જંગલ લુપ્ત થઈ રહ્યા છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી વૃક્ષોની જગ્યાએ સિમેન્ટ કોંક્રીટના જંગલ ઉભા થઈ રહ્યા છે પક્ષીઓ ઝાડની જગ્યાએ મકાન બિલ્ડિંગ્સમાં માળો બનાવવા મજબૂર બન્યા છે છીછરાં તળાવો વગેરેની સંખ્યા પણ ઘટી છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે સતત વધતું જતું તાપમાન પક્ષીઓ માટે આફતરૂપ બન્યું છે. પક્ષીઓ વધુ ગરમી સહન નથી કરી શકતા એવામાં વધુ ગરમીના સમયે તેમને પાણીની જરૂ પડે અને નજીકમાં પાણી ન મળે એટલે દૂર સુધી ઉડીને જતાં ગરમી સહન ન થતાં ડિહાઈડ્રેશનના કારણે તેઓ બેહોશ થઈ જાય છે અને છેવટે મોતને ભેટે છે.
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર પ્રવર્તી રહી છે છેલ્લા સપ્તાહથી ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેતા દેહદઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે છેલ્લા એક સપ્તાહમાં અનેક પક્ષીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બન્યા છે આગ ઓકતી ગરમીમાં પાણી-ખોરાકની શોધમાં આભમાં ઉડતા પક્ષીઓ ડિહાઇડ્રેશનના લીધે જમીન પર પટકાઈ પડવાની સાથે રહેણાંક વિસ્તારોમાં રહેતા કબૂતર ચકલી સહિતના પક્ષીઓ ડિહાઇડ્રેશનના લીધે બેશુદ્ધ બની રહ્યા છે પક્ષીઓ બીમાર પડી રહ્યા હોવાનું પક્ષીવિદે જણાવ્યું હતું પક્ષીઓ માટે ઝાડ તથા ઘરની બહાર મૂકેલા પાણીના કૂંડાઓમાં ઓઆરએસ નાખવામાં આવે તો ઓઆરએસ યુક્ત પાણી પીવાથી પક્ષીઓ ડિહાઇડ્રેશન અને હિટવેવનો ભોગ બનતા અટકાવી શકાય છે