asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

પંચમહાલ : મહિસાગરમાં ગરમીનો પારો 42 ડીગ્રી પહોંચ્યો, રાજસ્થાનથી ઘાસચારો લેવા આવેલા પશુપાલકો ગરમીથી રાહત મેળવા માટે રસ્તા પાસે નહાવા લાગ્યા


 

Advertisement

ગોધરા

Advertisement

પંચમહાલ અને મહિસાગર જીલ્લામાં ગરમીનો પારો જાણે આસમાને પહોચ્યો હોય તેવી પરિસ્થિતી પાછલા બે દિવસથી જોવા મળી રહી છે. જેમા 42 ડીગ્રી તાપમાન પહોચતા જીલ્લાવાસીઓ ત્રાહીમામ થવા પામ્યા હતા. બપોરના સમયમા જાણે અગનગોળા વરસતા હોય તેવો આભાસ થઈ રહ્યો હતો. જેના કારણે રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા હતા. જીલ્લામાંથી પસાર થતો હાલોલ શામળાજી માર્ગ પણ સુમસામ જોવા મળ્યો હતો. લુણાવાડા તાલુકાના વીરણીયા ગામ પાસે પસાર થતી પાઈપલાઈનમાં આવતા પાણીથી ધોમધખતા તાપમાં ગરમીનીથી રાહત મેળવા નાહતા કેટલાક લોકો જોવા મળ્યા હતા.

Advertisement

 

Advertisement

પંચમહાલ જીલ્લામા પાછલા બે દિવસથી ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. જીલ્લાના તમામ તાલુકાઓ શહેરા, ગોધરા, હાલોલ,કાલોલ, સહિતના મથકો પણ બપોરના સમયે સુમસામ ભાસતા જોવા મળતા હતા. જીલ્લામાંથી પસાર થતા હાલોલ- શામળાજી હાઈવે માર્ગ પર સુમસામ જોવા મળતો હતો. ટ્રકચાલકોએ ભારે ગરમીના કારણે હોટલો પર ટ્રક થોભાવીને આરામ કરવાનુ મુનાસિબ માન્યુ હતુ. મહિસાગર જીલ્લામાં પણ ગરમીની ભારે અસર જોવા મળી રહી છે,ગરમીના કારણે બપારના સમયે બાંધકામની સાઈટ પર પણ સુમસામ જોવા મળી રહી છે.ગરમીના કારણે લુ લાગાવાના તેમજ માથુ દુઃખવાના તેમજ ચક્કરના કેસોના દર્દીઓ દવાખાનામા જોવા મળી રહ્યા છે.

Advertisement

 

Advertisement

ગરમીથી બચવા માટે ખાસ કરીને લોકો ઘરમાંથી નીકળવાનુ ટાળ્યુ હતુ.ગરમીથી બચવા માટે એસી ,કુલર અને પંખાનો સહારો લેતા જોવા મળ્યા હતા. ઠંડાપીણા,લસ્સી,શરબત, બરફ ગોલા સહિતના આશરે ગરમીથી રાહત મેળવાની કોશિશ કરી રહ્યા હતા. મહિસાગર જીલ્લાના વીરણીયા બાલાશિનોર રોડ પર સુમસામ જોવા મળી રહ્યો હતો. બપોરના સમયે અહી કેટલાક લોકો ગરમીથી બચવા પાણીની પાઈપલાઈનના પાણીથી ખુલ્લામા નહાતા નજરે પડ્યા હતા. રાજસ્થાન બોર્ડર પાસે આવેલા ઉડવા ગામ ખાતેથી કોંઠબા ખાતે ઘાસચારો લેવા આવેલા પશુપાલકોએ પોતાનાનુ ઘાસ ભરેલુ વાહન રસ્તા પર રોકીને ગરમીથી બચવા માટે રસ્તા પર પાઈપલાઈનમાં આવતા પાણીથી નહાઈને ઠંડક મેળવાનો લ્હાવો લીધો હતો. બે દિવસથી પડી રહેલી ગરમીથી કારણ હવે જીલ્લાવાસીઓ વરસાદની રાહ જોઈને બેઠા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!