અરવલ્લી જીલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગલે વીજ કરંટ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ભિલોડા તાલુકાના હાથિયા ગામે પસાર થતી વિજલાઇન પર તાણિયા તરીકે રાખેલ વીજ વાયરમાં વીજ કરંટ ચાલું હોવાથી તાણિયા તરીકે બિનજરૂરી રાખેલ વીજવાયર તુટીને નીચે રસ્તા નજીક પડતાં સસ્તા અનાજની દુકાને રાશન લેવા નીકળેલ યુવકનો પગ વીજવાયર પર પડતાં વીજકરંટ લાગતા શરીરે ગંભીર રીતે દાઝી જતા સ્થળ પર મોતને ભેટ્યો હતો હાથિયા ગામના યુવકને વીજ કર્મીની બેદરકારી ભરખી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું
ભિલોડા તાલુકાના હાથિયા ગામના જીવાભાઈ અળખાભાઈ બોડાતનું વીજ કરંટથી મોત નીપજતા ભારે ચકચાર મચી હતી હાથિયા ગામના એક ખેડૂતનું થ્રી ફેઝ કનેક્શન કાયમી ધોરણે વર્ષ-2002માં રદ થતા જે તે સમયે વીજકર્મીઓએ ત્રણ વીજ વાયર કાપી નાખી એક વિજવાયર્ની બે વીજપોલ વચ્ચે તાણિયા તરીકે બાંધી રાખી કનેક્શન જોઇન્ટ હોવાથી તાણિયામાં વીજ પ્રવાહ ચાલુ હતો વીજકર્મી તરીકે ફરજ બજાવતા લાલસિંહ અર્જનસિંહ પરમારની હાથિયા મહેરુ વિસ્તારમાં ઇલેક્ટ્રિક લગતું કામકાજ કરવાની જવાબદારી હોવા છતાં તાણિયામાં વીજ પ્રવાહ બંધ નહીં કરતા વીજ વાયર તુટીને નીચે પડતાં ઘરેથી સસ્તા અનાજની દુકાનમાં રાશન લેવા નીકળેલ જીવા ભાઈ બોડાત રસ્તા પર પડેલ વીજ વાયરમાં કરંટથી અજાણ રહેતા નજીકથી પસાર થતાં વીજ કરંટ લાગતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા
વીજકરંટથી જીવાભાઈ બોડાતનું મોત થતાં વીજતંત્રને જાણ કરતા સ્થળ પર દોડી આવી વીજપ્રવાહ બંધ કર્યો હતો પરિવારજનોએ ભિલોડા પોલીસને જાણ કરતા સ્થળ પર દોડી આવી મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતકની પત્નીની ફરિયાદના આધારે લાલસિંહ અર્જનસિંહ પરમાર શામળાજી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ યુજીવીસીએલ સબ ડિવિઝન સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધારી હતી