asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : મોડાસાના ર્ડો.અશોક ઈસરાનીની MPના બે સોપારી કિલર હત્યા કરે તે પહેલા પોલીસની ચબરાક નજરથી ઝડપાયા


ર્ડો.અશોક ઈસરાનીના MP રહેતા સાઢુએ સામાજીક અણબનાવ થતાં MPના એક ગુંડાને સોપારી આપી હતી,સોપારી કિલર બંને હત્યારાએ ર્ડો.અશોક ઈસરાનીની આશા હોસ્પિટલની રેકી કરી ચૂક્યા છે*ગુરુવારે રાત્રે ર્ડો.અશોક ઈસરાનીની ધારદાર ચપ્પુ સાથે હત્યા કરવા નંબર વગરની બાઈક લઇ હોસ્પિટલ નજીક ચક્કર મારતા પોલીસને શંકા જતા બંનેને દબોચી પૂછપરછ કરતા તબીબની હત્યા કરવા સોપારી લીધી હોવાનો પર્દાફાશ                                                                     

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આશા હોસ્પિટલના જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાનીની હત્યા કરવા  મધ્યપ્રદેશથી બાઈક પર આવેલા બે કોન્ટ્રાક કિલર હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલા મોડાસા ટાઉન પોલીસની ચબરાક નજરથી ઝડપાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી નંબર પ્લેટ વગરની બાઇક પર બંને કોન્ટ્રાક કિલર તબીબની હોસ્પિટલ નજીક આંટાફેરા મારતા પોલીસ જવાનોએ ઝડપી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા સમગ્રે ઘટનાનો પર્દાફાશ થયો હતો ર્ડો.અશોક ઈસરાનીના મધ્યપ્રદેશમાં રહેતા સાઢુએ પારિવારિક ઝગડામાં હત્યાની સોપારી આપી હોવાનું બહાર આવતા સમગ્ર મોડાસા શહેર સહિત તબીબ આલમમાં સન્નાટો વાપ્યો હતો પોલીસની સતર્કતાથી તબીબનો જીવ બચતા તબીબ સહિત તેમના પરિવારે હાશકારો અનુભવ્યો હતો                                                

Advertisement

 

Advertisement

મોડાસા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આશા હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબ ર્ડો.અશોક ઈસરાની સાળીના લગ્ન મધ્યપ્રદેશના મંદસોરમાં રહેતા કમલ ચાંદનકુમાર હોતિાણી સાથે થયા હતા બંને વચ્ચે સતત અણબનાવ થતાં તેમના સાળી તેમના સસરાના ઘરે પરત આવી જતા તેની અદાવત રાખી તેમના સાઢુ કમલ હોતવાણીએ ર્ડો.અશોક ઈસરાની હત્યા કરવા માટે મધ્યપ્રદેશના બોહરાખેડીના સ્થાનિક ગુંડા રોહિત ગણપતલાલ રોહિતને સોપારી આપતાં રોહિતે તેના વતનના યશવંત મદનલાલ અહીરવાલ અને મહારાષ્ટ્રના શેહજાદખાન સલામખાન ને હત્યા કરવા માટે તૈયાર કરી બંને કિલરને મોડાસા મોકલી આશા હોસ્પિટલ અને ર્ડો.અશોક ઈસરાની રેકી કરી પરત જતા રહ્યા હતા       

Advertisement

 

Advertisement

કોન્ટ્રાક કિલર યશવંત મદનલાલ અહીરવાલ અને શેહજાદખાન સલામખાન બંને ગુરુવારે સાંજે નંબર પ્લેટ વગરની બાઇક લઈને મોડાસા પહોંચી રાત્રિના સુમારે બસ સ્ટેન્ડ નજીક ડોક્ટર હાઉસ વિસ્તારમાં શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા પેટ્રોલીંગ કરતી મોડાસા ટાઉન પોલીસ ની નજરે પડતાં બંનેને અટકાવી બાઇકના પુરાવા માંગતા યોગ્ય જવાબ નહીં આપતા અને એક હત્યારા પાસેથી ચપ્પુ મળી આવતા પોલીસ બંને કોન્ટ્રાક કિલરને લઈને પોલીસ સ્ટેશન પહોંચી આગવી ઢબે પૂછપરછ કરતા બંને હત્યારાએ ર્ડો.અશોક ઈસરાની સોપારી લઇ હત્યા કરવાની ફિરાકમાં હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસ સતર્કતાથી તબીબની હત્યાનો બનાવ અટકતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો.                                  

Advertisement

 

Advertisement

મોડાસા ટાઉન પોલીસે સમગ્ર ઘટના અંગે ર્ડો.અશોક ઈસરાનીને જાણ કરતા તેમના સગા-સબંધી સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા અને ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી            મોડાસા ટાઉન પોલીસે ર્ડો.અશોક ઈસરાની ફરિયાદના આધારે હત્યાની સોપારી આપનાર  સાઢુ કમલ ચાંદનકુમાર હોતિાણી (રહે,મદસોર,મધ્યપ્રદેશ) હત્યાની સોપારી લેનાર રોહિત ગણપતલાલ રોહિત (રહે,બોરાખેડી-મધ્યપ્રદેશ) કોન્ટ્રાક કિલર યશવંત મદનલાલ અહીરવાલ (રહે,બોરાખેડી-મધ્યપ્રદેશ) અને શેહજાદખાન સલામખાન  (રહે,મહારાષ્ટ્ર) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!