ગોધરા
દેશની સૌથી મહત્વની ગણાતી સહકારી સંસ્થા નાફેડના ચેરમેન તરીકે શહેરા ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ ની નિમણૂક થતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. ગોધરા અને ચાંદલગઢ ખાતે તેમના સમર્થકો,રાજકીય આગેવાનો, ભાજપા અગ્રણીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવામા આવ્યા હતા.
નાફેડના બિનહરીફ ચેરમેન જેઠાભાઈ ભરવાડે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મને કલ્પના નહોતી કરીને આટલી મોટી રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી મળશે. તેમને શીર્ષ નેતૃત્વો આભાર માનતા જણાવ્યુ કેખેડૂતોને ભારત સરકાર તરફથી જે સબસીડીના નાણા આપવામાં આવે છે તે તેમના ઘર સુધી પૂરેપૂરા પહોંચવા જોઈએ અને તે પહોંચાડવા માટે જ આગામી સમયમાં અમારી પ્રાથમિકતા રહેશે.દેશભરના ખેડૂતોના હિતના નિર્ણયો આગામી સમયમાં બોર્ડમાં લેવામાં આવશે.જવાબદારી અને ચેલેન્જ ખૂબ જ છે.સહકારી ક્ષેત્રમાં મેન્ડેડ પદ્ધતિને લઈને આપી પ્રતિક્રિયા નાફેડ ની ચૂંટણી રાષ્ટ્રીય કક્ષાની હતી રાજ્યકક્ષાની હતી નહીં તેમ છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નક્કી કરવામાં આવે છે તે સર્વને શીરો માન્ય હોય છે.વધુમા મેન્ડેટ લઈને રાજકીય આગેવાનોમાં રાજ્યમાં અસંતોષ હોવા અંગે જણાવ્યું કે આ પ્રકારનો કોઈ અસંતોષ રાજ્યના સહકારી ક્ષેત્રના આગેવાનોમાં પ્રવર્તતો નથી.