ખેલ-મહાકુંભ 2023-24 અંતર્ગત અંડર- 14 ગર્લ્સ કબ્બડી ટીમની ગુજરાત રાજ્ય કક્ષાની કબ્બડી સ્પર્ધા નું આયોજન રમત-ગમત સંકુલ, પાટણ ખાતે કરવામાં આવ્યું હતું.કુલ 4 ઝોન માંથી 8 ટીમો આવી હતી.પંચમહાલ, ડાંગ, તાપી, અરવલ્લી, બોટાદ, મહેસાણા, મોરબી, સહિત જૂનાગઢ ગ્રામ્ય જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અરવલ્લી જિલ્લાનો ત્રીજો નંબર આવતા બ્રોઝ મેડલ અને સર્ટિફિકેટથી ખેલાડીઓને સન્માનિત કર્યા હતા.ભિલોડા તાલુકાના મોટા ડોડીસરા પ્રાથમિક શાળાના ખેલાડીઓએ બ્રોઝ મેડલ જીતીને અરવલ્લી જિલ્લા નું ગૌરવ વધાર્યું છે.ડો. કે. આર શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષક અનિલભાઈ ભગોરા દ્વારા ઉચ્ચ કોટી નું કોચિંગ પુરૂ પાડ્યું તે બદલ શાળાના આચાર્ય રોશનભાઈ, સમગ્ર સ્ટાફ પરીવાર દ્વારા ખેલાડીઓ, કોચ ને બિરદાવ્યા હતા.