અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ જીલ્લામાં વણઉકેલ્યા ગુન્હા અને અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે ભિલોડાના રામનગર નજીક એલસીબી પોલીસે બાઈકના પાયલોટીંગ સાથે પલ્સર બાઈક પર થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવી 37 હજારના વિદેશી દારૂ સાથે બે બાઈક જપ્ત કરી 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ નાકાબંધી જોઈ ફરાર ચારે બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસે શામળાજી પોલીસને ઉંઘતી રાખી બાઇક પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા કર્યા છે
અરવલ્લી જીલ્લા LCB PI ડી.બી.વાળા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના રામનગર નજીક પેટ્રોલીંગ હાથધરતા વણઝર ગામ તરફથી બાઇક પર પાઇલોટિંગ સાથે પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરી બુટલેગરો આવી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે રામનગર નજીક નાકાબંધી કરી વોચ ગોઠવતા દારૂ ભરેલી પલ્સર બાઇકનું પેટ્રોલિંગ કરતી હોન્ડા સાઇન બાઇક આવતા પોલીસે અટકાવાનો પ્રયત્ન કરતા થોડી આગળ ઉભી રાખી બાઇક પર પેટ્રોલિંગ કરનાર બંને બુટલેગરો ખેતરમાં ફરાર થઈ ગયા હતા પાછળ આવતી પલ્સર બાઇક ચાલક બુટલેગર અને તેનો સાથી પોલીસ નાકાબંધી જોઈ રોડ પર પલ્સર બાઈક તેમજ દારૂ ભરેલ ત્રણ થેલા રોડ પર નાખી ભાગી જતા બંને બિનવારસી બાઇક જપ્ત કરી ત્રણ કાપડના થેલામાં રહેલ વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-253 કિં.રૂ.37352 અને બંને બાઇક મળી કુલ રૂ.1.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચારે ફરાર અજાણ્યા બુટલેગરો સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા