asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

અરવલ્લી : સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત કલેક્ટર પ્રશસ્તિ પરિકની અધ્યક્ષતામાં એક દિવસીય તાલીમ યોજાઇ


 

Advertisement

અરવલ્લી જિલ્લામાં નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન 2.0ની કામગીરીના અસરકારક અમલીકારણ માટે મોડાસા ખાતે  જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરિકની અધ્યક્ષતામાં  lએક દિવસીય તાલીમ યોજાઇ હતી.જેમાં કલેક્ટર પ્રશસ્તિ પરીકે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની પ્રેરણાથી ભારત સરકાર ધ્વારા વર્ષ-2014માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બનેલ જેની સફળતાના આધારે ભારત સરકારે ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને કચરામુકત શહેરો બનાવવા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કરવામાં આવ્યો છે.

Advertisement

વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 એ ભારત સરકારની મહત્વકાંક્ષી પહેલ છે, જેનો હેતુ દેશના શહેરી વિસ્તારોને કચરામુક્ત બનાવવાનો છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત, મુખ્ય ધ્યાન શહેરોને કચરામુક્ત બનાવવા પર છે, જેમાં દરરોજ ઉત્પન્ન થતો 100% કચરો પ્રોસેસ કરવામાં આવશે. આ મિશન હેઠળ, કચરાના સ્ત્રોત પર જ વર્ગીકરણ, 3R (Reduce, Reuse, Recycle) સિદ્ધાંતોનો ઉપયોગ, વૈજ્ઞાનિક રીતે કચરાનો પ્રોસેસિંગ, અને જુના કચરાના ડમ્પસાઇટ્સનું નિર્મૂલન કરવામાં આવશે. ભારતની તમામ નગરપાલિકાઓને 100% ઘરો સુધી કચરો સંગ્રહ સુનિશ્ચિત કરવું, તેમજ સૌજન્ય શૌચાલય અને જાહેર શૌચાલય બનાવવાની યોજના છે.

Advertisement

સ્વચ્છ ભારત મિશન 2.0 ની સફળતાને હાંસલ કરવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી અને સરકારની પ્રતિબદ્ધતા આવશ્યક છે, જે ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવામાં સહાયરૂપ થશે.આ બેઠકમાં પ્રાદેશિક કચેરી ગાંધીનગરના અધિક કલેક્ટર ભાલોડિયા,જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા ,અધિક નિવાસી કલેક્ટર જશવંત જેગોડા, પ્રાંત અધિકારીઓ,નગરપાલીકા ચીફ ઓફિસરો તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!