રાજકોટ ગોઝારી ઘટના પહેલા હાઇવે રોડ પર ધમધમતા વોટર પાર્ક સામે અધિકારીઓની નજર નહીં પડી હોય ..?? લાયસન્સ વગર ધમધમતા વોટર પાર્કમાં કોઇ દુર્ઘટના ઘટી હોત તો જવાબદારી કોની..?? તેમજ વહિવટી તંત્ર અને પોલિસતંત્રના અધિકારીઓ અને કર્મીઓ પણ સહપરિવાર એક્વાલેન્ડ વોટરપાર્કની મજા માણી ચૂક્યા છે ત્યારે તેમણે ચકાસણી નહીં કરી હોય સહિતના અનેક સવાલ પેદા થયા છે
રાજકોટ ગેમઝોનમાં બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું છે. સરકારી તંત્રો પણ હંમેશાની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડાદોડી કરી રહ્યા છે.અરવલ્લી જીલ્લા વહિવટી તંત્ર રાજકોટની ગોઝારી ઘટના પછી આળસ ખંખેરી દોડતું થયું હતું મોડાસા-હિંમતનગર રોડ પર કાબોલા ગામ નજીક લાયસન્સ વગર ધમધમતા એક્વાલેન્ડ વોટર પાર્કને સીલ કરી દીધો હતો એક્વાલેન્ડ વોટર પાર્કમાં ગરમીમાં ઠંડીનો અહેસાસ કરવા પહોંચેલા લોકોને વોટર પાર્કમાંથી બહાર કાઢી ટીકીટનું રિફંડ આપી પરત મોકલી દીધા હતા તંત્ર ત્રાટકતા વોટરપાર્કના જવાબદારો દોડતા થયા હતા વહિવટી તંત્ર ખાનાપૂર્તિ કામગીરી કરતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
મોડાસાના કાબોલા ગામ નજીક આવેલ એક્વાલેન્ડ વોટર પાર્ક લાયસન્સ વગર ધમધમતો હોવાથી જીલ્લા કલેકટરના આદેશના પગલે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ વોટર પાર્કમાં પહોચતા વોટર પાર્કમાં ગરમીમાં પાણીમાં ઠંડીની મજા માણી રહેલા સહેલાણીઓ ચોંકી ઉઠ્યા હતા અધિકારીઓએ વોટરપાર્કમાં રહેલા લોકોને ટીકીટના પૈસા રિફંડ અપાવી વોટર પાર્કને સીલ મારી દીધું હતું વોટરપાર્કના જવાબદારો એ લાયન્સન્સ રિન્યુ કરાવવા માટે પ્રોસેસ પૂરી કર્યા વગર વોટર પાર્ક ચાલુ રાખતા તંત્રએ સખ્ત કાર્યવાહી કરી હતી જોકે તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે