સાબરકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ હપ્તારાજમાં રચ્યા પચ્યા રહેવાની સાથે અરજીના નામે તોડપાણી કરતા હોવાની બૂમો અનેક વાર ઉઠી છે ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે ત્રણ અરજીઓ થતાં અને તેને પણ અરજી કરતા ત્રણ અરજીઓનો નિકાલ કરવા હેડકોન્સ્ટ્બલ અને કોન્સ્ટબ્સલે ફરિયાદીને હેરાન કરવા માટે 10 લાખની માંગણિ કરતા ફરિયાદી ચોંકી ઊઠ્યો હતો અને બંને ભ્રષ્ટાચારી પોલિસકર્મીને પાઠ ભણાવવા સાબરકાંઠા એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવી 4 લાખ રૂપિયા લાંચ લેવા લાંચિયા કોન્સ્ટેબલ કાર પહોંચી ફરિયાદી પાસેથી પૈસા લઇ એસીબી ટ્રેપની ગંધ આવી જતા કાર લઇ ફરાર થઈ જતા એસીબી પોલીસે પીછો કરતા બંને લાંચિયા કોન્સ્ટબલ કાર ઈડરના શેરપુર ખેતરમાં મૂકી ફરાર થઈ ગયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર , ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટ્બલ પીયૂષ રામજી પટેલે અરજી નિકાલની કામગીરી માટે ફરિયાદી પાસે અધધ 10 લાખની લાંચ માંગતા ફરિયાદીના હોશકોશ ઉડી ગયા હતા ફરિયાદીએ સાબરકાંઠા એસીબી પોલીસનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું જેમાં બુધવારે 5 લાખની વ્યવસ્થા થઈ હોવાનું કોન્સ્ટબલને જણાવતા લાંચિયો કોન્સ્ટબલ પૈસા લેવા તત્પર બન્યો હતો
ફરીયાદના આધારે ફરિયાદીને રૂ.4 લાખ રૂપિયા સાથે રાખી લાંચના છટકાનું આયોજન કરતાં ઇડરથી હિંમતનગર રોડ ઉપર દરામલી પાસે આવેલ આશિષ હોટેલની સામે આવેલ એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં જાહેર માર્ગ ઉપર હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઇ પટેલે તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશજી રાયચંદજી રાઠોડે ફરીયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાત-ચીત કરીને લાંચના નાણાંની માંગણી કરી હતી અને લાંચના નાણાં સ્વીકારી આરોપીઓને શંકા જતા લાંચના નાણાં લઈ સાથે લાવેલ GJ.09.BH.2400 ગાડીમાં નાસી ગયા હતા. જેને લઈને એસીબી પોલીસે કારનો પીછો કર્યો હતો અને ઇડરના શેરપુરથી કાર ખેતરમાં મળી આવી હતી. જે એસીબી પોલીસે કબજે લઈને બે સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.