asd
22 C
Ahmedabad
Friday, November 8, 2024

અરવલ્લી : મોડાસા બસ પોર્ટ નજીક શાકભાજીના ફેરિયાએ મહિલાની છેડતી કરતા હોબાળો,વીફરેલા ટોળાએ શાકભાજીની લારીઓ ઉલાળી


                      

Advertisement

                                                                                     અરવલ્લી જિલ્લાના મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજી ની લારીઓ વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બની ગયા છે. આમ તો પોલિસ જ્યાં ગાજવાનું હોય ત્યાં ગાજતી નથી ને બીજે બીજે વરસાદની જેમ ગાજવા લાગે છે, કેમ શાકભાજી લારી ચાલકો તમારૂ માનતા નથી તે એક સવાલ છે. તમારી નાક નીચે શાકભાજી વિક્રેતાઓ રૉડ પર આવી જાય છે, જોકે પોલિસને કંઈ દેખાતું નથી, જ્યારે કોઈ ઘટના સર્જાય તો પોલિસ દોટ મુકીને પહોંચી જાય છે, પહેલા કેમ કાંઈ કરતા નથી તે સવાલ છે 

Advertisement

આવી જ એક ઘટના ગુરૂવારના દિવસે બની છે, જ્યા બપોરના ચાર વાગ્યાના સુમારે એક દંપત્તિ શાકભાજી ખરીદવા માટે આવ્યા હતા, જ્યાં મહિલા પર એક શાકભાજી વિક્રેતાએ અભદ્ર કમેંટ કરતા નજીકમાં ઊભા રહેલા મહિલાના પતિ સાંભળી જતાં મામલો બિચક્યો હતો. તાબડતોબ મહિલાના પરિવારજનો પહોંચી ગયા હતા અને જોતજોતામાં વિવિધ સામાજિક સંગઠનના આગેવાનો પહોંચે તે પહેલા અભદ્ર કમેંટ કરનાર શાકભાજી વિક્રેતા ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પીડિત પરિવારે શાકભાજી વિક્રેતાના બોલાવવા માંગ કરી હતી. જોતજોતામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને નજીકથી લીયો પોલિસ ચોકીની ટીમ દોડી આવી હતી. લીયો પોલિસ ચોકીની મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો , જોકે મામલો થાળે પડવાને બદલે વધારે ગરમાયો અને લારીઓ ઊંધી કરી દેવાઈ હતી.

Advertisement

ઘટનાસ્થળે પહોંચેલા પોલિસ કર્મચારીઓ એ PCR વાનનો સંપર્ક કર્યો હતો, જોકે હંમેશની જેમ પોલિસ આજે પણ મોડી પહોંચી હતી અને ત્યારબાદ મામલો વધારે વણસે નહીં તે માટે પ્રયાસો કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!