asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

પંચમહાલ : જીલ્લા આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ” ની ઉજવણી કરાઈ


 

Advertisement

ગોધરા

Advertisement

પંચમહાલ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ૦૭ તાલુકાઓના ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૦૦સબ સેન્ટર,૦૯ બાલ સેવા કેન્દ્ર (CMTC) તથા ૦૧ બાલ સંજીવની કેન્દ્ર(NRC) ખાતે “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત માસિક સ્ત્રાવએ સ્ત્રીઓના જીવનમાં માતા બનવા માટે સક્ષમતા સૂચવતી એક કુદરતી પ્રક્રિયા છે.”માસિક નથી અભિશાપ તથા- માસિક તો છે આશીર્વાદ” સૂત્રોના સાથે હાજર લોકોને સમજણ આપવામાં આવી હતી.

Advertisement

સામાન્ય રીતે સ્ત્રીઓના શરીરમાં માસિક સ્ત્રાવએ દર મહિને થતી સામાન્ય પ્રક્રિયા છે,જે સામાન્ય રીતે ૨૮ દિવસે આવે છે અને તેનો સમયગાળો ૦૫ દિવસનો હોય છે. જેથી સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૧૪થી મે મહિનાની એટલે કે પાંચમા મહિનાની ૨૮ તારીખ “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ” – ” Menstral Hygiene Day”તરીકે ઉજવવામાં આવે છે,જેનો હેતુ કિશોરીઓ અને મહિલાઓમાં માસિક સ્ત્રાવ સમયગાળા દરમિયાન સ્વચ્છતા અને સલામતી વિશે જાગૃત કરવાનો હોય છે.

Advertisement

આ ઉજવણી અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.જેમાં મેડીકલ ઓફિસર ,કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો,આર.કે.એસ.કે.કાઉન્સેલર,પિયર એજ્યુકેટર, CMTC અને NRCના ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ તથા કર્મચારીઓ દ્વારા મહિલાઓ તેમજ કિશોરીઓના જૂથને ભેગા કરી તરુણ અવસ્થા દરમિયાન કિશોરીઓમાં તથા શારીરિક ફેરફારો, માસિક કેવી રીતે આવે તથા તેનો સમયગાળો, માસિક ધર્મ દરમ્યાન સ્વચ્છતા અંગેની ચિંતાઓ તેમજ પડકારો અને તેનું નિરાકરણ, માસિક સ્ત્રાવ સમયગાળા દરમિયાન રાખવાની જરૂરી સ્વચ્છતા તેમજ કાળજી, સ્વચ્છ અને આરોગ્યપ્રદ કપડું/ફલાલી ક્લોથ/સેનેટરી નેપકીનનો ઉપયોગ તેમજ યોગ્ય નિકાલ, પોષણયુક્ત આહાર, આઈ.એફ.એ.ની ગોળીથી થતા ફાયદા અને હિમોગ્લોબિનનું મહત્વ, માસિક અંગે ગેરમાન્યતા તથા માસિક સ્ત્રાવ દરમિયાન કિશોરીઓનો વધુ પડતો રક્તસ્ત્રાવ કે દુખાવો, અભ્યાસના રુંધાય જેવા વિષય ઉપર ચર્ચા તેમજ રેડ એક્ટિવિટી અને પોસ્ટર,પત્રિકાઓ,ચાર્ટ, રંગોળી તથા વિડિયો મારફત સમજ આપી સેનેટરી પેડની વહેંચણી કરવામાં આવી હતી. તેમજ દરેક કિશોરીઓનું વજન,ઊંચાઈ અને BMI કરવામાં આવ્યું હતું અને માસિક સમય દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ,વધુ પડતો દુખાવો કે યોનિમાર્ગમાં ચેપ જેવા કિસ્સાઓમાં તરત જ ડોક્ટરની સલાહ લેવા સૂચન કરાયું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!