હાલોલ
પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલા વિવિધ એકમો પર વહીવટી તંત્ર અને ફાયરવિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા ક્ષતિઓ બહાર આવતા કાર્યવાહી કરવામા આવી હતી.જેમા હોટલ,જીમ સહિતના એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામા આવી હોવાની વિગત સુત્રો પાસેથી મળી હતી.
રાજકોટ શહેરમાં આવેલા ગેમઝોનમા બનેલા અગ્નિકાંડને પગલે ગુજરાત સહિત દેશભરમા હાહાકાર મચી જવા પામ્યો છે.પંચમહાલ જીલ્લામા પણ આ રાજકોટ અગ્નિકાંડને પગલે ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા હાલોલ નગરમા આવેલા એક જીમ અને હોટલની એનઓસી રિન્યુ તારીખ પુરી થઈ ગઈ હોવાથી તેને બંધ કરી દેવામા આવ્યુ હતુ.જેને લઈને હાલોલ નગરના ફાયર સેફટી સહિતના સાધનોની અને ફાયર એનઓસી ન ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.