મોરવા હડફ, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામે રહેતી વૃધ્ધા મહિલા અને તેમની બે પુત્રી અને ચાર પૌત્રોને મદદે સમાજના યુવાનો આવ્યા છે.આર્થિક કટોકટીનો સામનો કરતા આ પરિવારને સોશિયલ મિડીયાથી મદદની ગુહાર લગાવામા આવી જેના કારણે આર્થિક મદદ પણ મળી રહી છે. હાલમા આ વૃધ્ધાનુ મકાન પણ બનાવાની કામગીરી સમાજના લોકો દ્વારા કરવામા આવી રહી છે.
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામા મોરા ગામ આવેલુ છે . આ ગામમા રહેતા વિધવા રમીલા બેન આર્થિક કટોકટીને કારણે પરિવાર ચલાવુ મુશ્કેલ બન્યુ હતુ. તેમના પતિ અવસાન પામ્યા બાદ તેમના પુત્રો પણ અકાળે અવસાન પામતા તેઓના માથે આભ તુટી પડ્યુ હતુ. પથારીવશ બનેલા આ વૃધ્ધા એક ઝુપડામા રહેવાની ફરજ પડી હતી,સાથે સાથે તેમની બે દિકરી અને ચાર પૌત્રો પણ સાથે રહેતા હતા.
આ વાત ગામના અને સમાજના અગ્રણીઓને થતા તેમને આ વૃધ્ધા રમીલાબેનને આર્થિક રીતે સરભર બનાવીને ઘર બનાવીને નક્કી કરવામા આવ્યુ. સાથે સાથે સોશિયલ મિડિયા પર આર્થિક મદદ કરવા માટે આવાહન કર્યુ,તેના કારણે આર્થિક મદદ પણ મળી.હાલમા તેમના મકાન બનાવાનુ કામ ચાલી રહ્યુ છે. સમાજના યુવાનો દ્વારા તેમની પુત્રીઓ માટે આરોગ્ય લક્ષી સુવિધાઓ તેમજ બાળકોના ભણતર માટે પણ મદદ કરવાની ખાતરી આપવામા આવી છે. આમ ગામના યુવાનોની સમાજ પ્રત્યેની લાગણીને કારણે આજે એક વિધવા વૃધ્ધાના પરિવારને નવજીવન મળવા જઈ રહ્યુ છે. નોધનીય એ પણ છે .સરકાર દ્વારા આવાસ યોજનાઓ અંતગર્ત ઘર ફાળવામા આવે છે.પણ જેને હકીકતમા ઘરની જરુર છે. તેના માટે કોઈ આવાસ યોજનાનો લાભ મળતો નથી.તેવુ આ વાત પરથી પણ લાગે છે. ખરેખર તંત્રએ યોગ્ય લાભાર્થીઓને આવાસ મળે તે દિશામા પગલા ભરવા જોઈએ.ત્યારે મોરા ગામના યુવાનોની સામાજીક પહેલને પણ સૌકોઈ બિરદાવી રહ્યા છે.