વાંદિયોલ સરપંચ રાહુલ ગામેતી સહિત જાગૃત નાગરિકોએ ઇકો વેસ્ટ કંપનીમાં જોખમી બનેલ કચરો હટાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા અને ઉગ્ર વિરોધ નોંધવતા તેમની મહેનત આખરે રંગ લાવી હતી
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર શામળાજી નજીક આવેલ અસાલ જીઆઈડીસીમાં બાયો મેડિકલ વેસ્ટનો નાશ કરતી ઇકો વેસ્ટ કંપનીમાં સાત મહિના અગાઉ ભીષણ આગ લાગતા ફેક્ટરી સહિત કેમિકલ ભરેલ 50 કરતા વધુ કેમિકલ ભરેલ ટેન્કર સહિત અન્ય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા કંપનીના માલિકો દ્વારા વિપુલ માત્રામાં જોખમી કચરાનો યોગ્ય નિકાલ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જીલ્લા કલેક્ટરે કંપની માલિકને નોટીસ મોકલ્યા પછી પણ જોખમી કચરાનું રેમેડીએશનની કામગીરી કરી જોખમી કચરો યથાવત રહેતા માનવ,પશુ પંખી, ખેતી અને આજુબાજુમાં રહેલ ખેતરની જમીન અને પાકને નુકશાન ની ભીતિને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હિંમતનગરના અધિકારીએ ટીંટોઈ પોલિસ સ્ટેશનમાં કંપનીના બે માલિકો સામે ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
શામળાજી નજીક અસાલ જીઆઈડીસીમાં આવેલ ચાર મહિનાથી બંધ ઇકો વેસ્ટ કંપનીમાં સાત મહીમાં અગાઉ મોડી રાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી ફાયર વિભાગે ફાયર કોલ જાહેર કાર્યો હતો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ત્રણ-ચાર દિવસ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ભીષણ આગમાં કંપનીમાં રહેલ જોખમી કેમિકલ અને કેમિકલ ભરેલા ટેન્કર આગમાં ખાખ થતાં કંપની દ્વારા આ જોખમી કચરો નહીં હટાવતા જોખમી કચરાથી માનવ જીંદગી તેમજ અન્ય પશુ પંખીઓની જીંદગી સામે જોખમ પેદા થતાં તેમજ આજુબાજુના વિસ્તારના પાણી પ્રદૂષિત બનતા અને ખેતરની જમીન અને પાકને નુકશાન થવાની સાથે પર્યાવરણ પ્રદૂષિત બનતા આજુબાજુમાં વસવાટ કરતા લોકોમાં જોખમી કચરો હટાવવામાં આવેની માંગ પ્રબળ બનતા તંત્ર દ્વારા જોખમી કચરાનો નીકાલ કરવા કંપનીના માલિકોને વારંવાર નોટીસ આપવા છતાં માલિકો દ્વારા જોખમી કચરાનું વૈજ્ઞાનિક અભ્યાસ કરાવીને રેમેડિએશનની કામગીરી કરી જોખમી કચરાનો નિકાલ નહીં કરતા જીપીસીબી અધિકારીએ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા નેહલબેન અજમેરાએ અસાલ જીઆઈડીસીમાં આવેલ ઇકો વેસ્ટ કંપનીના માલિક વાંગલા વિજય ભાસ્કર રેડ્ડી (રહે,જલવાયુ વિહાર વિસ્તાર,હૈદરાબાદ અને જીનીશ પટેલ (રહે,લક્ષ્મીનગર સોસાયટી,નારાયણ પુરા-અમદાવાદ) સામે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ- 431,336,285,268,278,114 અને પર્યાવરણ અધિનિયમ કલમ હેઠળ ફરિયાદ નોંધવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા