અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના આઇકોનીક બસ પોર્ટ નજીક પતિ અને સાસુ સાથે શાકભાજી ખરીદી કરવા આવેલી મહિલાની શાકભાજીની લારીવાળા બે અસામાજીક તત્ત્વોએ છેડતી કરી બિભસ્ત અને અભદ્ર કોમેન્ટ કરતા ભારે હોબાળો મચ્યો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા વાતાવરણ તંગ બનતા ટાઉન પોલીસ દોડી આવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો છેડતીનો ભોગ બનેલ મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુન્હો નોંધાવતા પોલીસે ફરાર બંને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા શહેરમાં રહેતી મહિલા તેના પતિ અને સાસુ સાથે લીઓ પોલીસ ચોકી નજીક આઇકોનિક બસ પોર્ટ સામે શાકભાજી ખરીદવા ગઈ હતી શાકભાજીની લારી ધરાવતા જાવેદ અને ઇમરાન નામના બે આવારા તત્ત્વોએ મહિલા સામે જોઈ બિભસ્ત અને અશ્લીલ કોમેન્ટ કરતા મહિલા અને તેની સાથે રહેલ પતિ અને સાસુ ચોંકી ઉઠ્યા હતા મહિલાના પતિએ ટકોર કરતા બંને લુખ્ખાઓ લાજવાના બદલે ગાજવા લાગી મહિલા અને તેના પતિ સાથે ધક્કામુકી કરતા ભારે હોબાળો મચ્યો હતો મહિલાએ શાકભાજી ની લારી ધરાવતા બંને અસામાજીક તત્ત્વોને સબક શિખવાડવા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા મોડાસા ટાઉન પોલિસ જાવેદ અને ઇમરાન નામના શખ્સો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.