મોડાસા ટાઉન પોલીસે સર્વોદય નગરમાં રામ સલાટના બુટલેગરના ઘરે ત્રાટકી વિદેશી દારૂ સાથે દબોચી લીધો
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરતા બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરી બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે બુટલેગરો વિદેશી દારૂના વેપલામાં રહેલા બમણા નફાના પગલે કોઈપણ ભોગે વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં બુટલેગરના ઘરે ત્રાટકી ઘરમાં મંદિરની અંદર બનાવેલ ગુપ્તખાનામાંથી 12 બોટલ વિદેશી દારૂ સાથે રામ સલાટ નામના બુટલેગરને દબોચી લીધો હતો મોડાસા ટાઉન પોલીસ બુટલેગર ના દારૂ સંતાડવાના કીમિયાને જોઈને અચંબિત બની હતી
મોડાસા ટાઉન પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શહેરમાં પેટ્રોલીંગ હાથધરતા સર્વોદયનગર (ડુંગરી) વિસ્તારમાં રહેતો રામ અર્જુન સલાટ નામનો લબરમુછિયો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ રામ સલાટના ઘરે ત્રાટકી ઘરની તલાસી લેતા કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી જોકે બાતમી સજ્જડ હોવાથી પોલીસ ઘરમાં સતત તલાસી યથાવત રાખી હતી ઘરમાં એક મંદિર જોવા મળતા પોલીસે મંદિરને જોતા મંદિરમાં બનાવેલ ગુપ્તખાનું મળી આવતા પોલીસની આંખો ખુલ્લી રહી ગઈ હતી મંદિરમાં બનાવેવ ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂના અલગ અલગ કંપનીના ક્વાટરીયા નંગ-12 કિં.રૂ.2740/-નો જથ્થો જપ્ત કરી બુટલેગર રામ અર્જુન સલાટ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી