ગોધરા
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના ગેરીરિતી આચરનાર 18 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે 7 જેટલા પરવાના રદ્દ કરવામાં આવ્યા છે, જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમ્યાન ગંભીર પ્રકારની બેદરકારી સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના નાયક તરીકે ઓળખીતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ભૂતકાળમાં અનેક સરકારી સસ્તા અનાજની દુકાનના આકસ્મિક તપાસ હાથ ધરીને વિવિધ પ્રકારની બેદરકારી દાખવનાર દુકાનના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પોતાની આકસ્મિક તપાસ દરમ્યાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવનાર સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જિલ્લાની 18 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમ માટે રદ્દ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 7 જેટલા પરવાના આગામી 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તાજેતરમાં જ ગોધરા તાલુકાના નસીરપુર અને શહેરા તાલુકાના ખરોલી ગામે આવેલા સરકારી સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં દુકાનના સંચાલક દ્વારા સરકારી અનાજનો જથ્થો લગ્ન પ્રસંગ માટે વેચ્યો હોવાનું સામે આવ્યું હતું, જે બંને દુકાનના પરવાના પણ કાયમી રદ્દ કરવામાં આવ્યા છે, વધુમાં ગેરરીતિ આચરતા સરકારી દુકાનના સંચાલકોને કુલ રૂ 39.71 લાખ દંડ તરીકે આગામી સમયમાં વસૂલ કરવામાં આવશે, જ્યારે પુરવઠા વિભાગની તપાસ દરમ્યાન સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી 47,102 કિગ્રા અનાજના જથ્થાની ઘટ મળી આવી હતી, આ તમામ જથ્થો આગામી સમયમાં સુનાવણી હાથ ધરીને રાજ્યસાત કરવામાં આવશે.