ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરી દ્વારા પશુપાલકોને દુધના આપવામા ભાવમાં ફેટના ભાવમા વધારો કરાયો છે. પ્રતિ 20 રૂપિયા કિલોના ભાવમા વધારો કરવામા આવતા પશુપાલકોમા ખુશીના લાગણી જોવા મળી છે. આનાથી 1.5 લાખથી વધુ પશુપાલક સભાસદોને આનો સીધો લાભ મળશે.
પંચામૃત ડેરી દ્વારા કિલો ફેટના ભાવમાં રૂ. 20 નો વધારો કર્યો નવો ભાવ આજથી થી બનવા જઈ રહ્યો છે. ભેંસના દૂધના કિલો ફેટના હાલમાં રૂ.820 પશુપાલકોને ચુકવામા આવતા હતા. હવે તેમા રૂ.20 નો વધારો કરી રૂ.840 ચૂકવવાનો લેવાયો નિર્ણય લેવામા આવ્યો છે. જ્યારે અન્ય દૂધના કિલો ફેટનાં હાલમાં ચૂકવવામાં આવતા પ્રતિ કિલો ફેટ ના રૂ.800 માં રૂ.20 નો વધારો કરી રૂ.820 ચૂકવવાનો લેવાયો છે. પંચામૃત ડેરીના આ નિર્ણયથી પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાના પંચામૃત ડેરીના 1.5 લાખથી વધુ સભાસદોને ભાવ વધારાનો લાભ મળશે.