મોડાસાના સાકરિયા નજીક ત્રિપલ અકસ્માતમાં 44થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત,16 ગંભીર ઇજાગ્રસ્તોને હિંમતનગર ખસેડાયા,સાકરિયાના ગ્રામજનોએ ઇજાગ્રસ્તોને જેસીબી મશીનથી બહાર કાઢ્યા,108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહન મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા,મોડાસા 108ના સાયરનથી ગુંજી ઉઠ્યું, વહિવટી તંત્ર અને પોલીસ અકસ્માત સ્થળે પહોંચી મદદમાં જોતરાયું,સાર્વજનિક હોસ્પિટલમાં અફડાતફડી મૃતકોની ઓળખ બાકી, બાઇક ચાલકનું મોત
અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરને અડીને આવેલ સાકરિયા ગામ નજીક એસટી બસના ડ્રાઇવરે બાઇક ચાલકને બચાવવા પ્રયત્નમાં બાઇકને ટક્કર મારી એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે રોંગ સાઈડ ધસી જઈ મોડાસા તરફથી આવતી લકઝરી બસને ધડકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે એસટી બસ અને લકઝરી બસમાં રહેલા મુસાફરોની ચિચિયારીઓથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો સાકરિયા ગામના ગ્રામજનો સ્થળ પર દોડી પહોંચી એસટી બસ અને લકઝરી બસમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને જેસીબીની મદદ લઇ બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી ઇજાગ્રસ્તોને ખાનગી વાહન અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાતા બેડ પણ ખૂટી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું 44થી વધુ ઇજાગ્રસ્તો માંથી 16 જેટલા ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડી દીધા હતા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર અકસ્માત સ્થળે પહોંચી અકસ્માત નો તાગ મેળવ્યો હતો
મોડાસા-ગોધરા હાઇવે પર ચક્કાજમ થતાં પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો મોડાસા-માલપુર હાઇવે પર શનિવારે બપોરના સુમારે સાકરિયા ગામ નજીક વડોદરા થી ઉંડવા બસના ડ્રાઈવારે બાઇક ચાલકને બચાવવા જતા બાઇકને અડફેટે લઇ એસટી બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા મોડાસા તરફથી જાત્રા પૂર્ણ કરી વડોદરાના સાવલી ગામના એક જ પરિવારની લકઝરી બસને ધડકાભેર ટક્કર મારતા એસટી બસ અને લકઝરી બસનો આગળના ભાગનો કડૂચલો વળી જતા લકઝરી બસ અને એસટી બસમાં રહેલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ભારે દેકારો મચી ગયો હતો અકસ્માતનો અવાજ સાંભળી સાકરિયા ગામના ગ્રામજનો દોડી આવી 44થી વધુ ઈજાગ્રસ્તોને મહામુસીબતે બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખાનગી વાહનો અને 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધા હતા અકસ્માતમાં બાઈક ચાલક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા મોડાસા રૂરલ પોલીસે ત્રણે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃત્યુ આંક વધવાની આશંકા લોકો સેવી રહ્યા છે
INBOX : ટ્રિપલ અકસ્માતના પગલે વહિવટી તંત્ર અને પોલીસતંત્ર સ્થળ પર દોડી મદદમાં જોતરાયું
સાકરિયા ગામ નજીક એસટી બસ, બાઇક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતના પગલે અધિક્ષક કલેક્ટર,આરએસી,મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવી સાર્વજનિક હોપસિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ સાંત્વના આપી સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે તજવીજ હાથધરી હતી મોડાસા રૂરલ પોલીસ તાબડતોડ અકસ્માત સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિક ડાયવર્ટ કરી ટ્રાફિકજામ પૂર્વરત કરાવી ગણતરીના સમયમાં હાઇવેના બંને રૂટ ચાલુ કરાવ્યો હતો
અન્નપુર્ણા ટ્રસ્ટ ઇજાગ્રસ્તોને ટિફિન સેવા પુરી પાડી માનવતા મહેકાવી
સાકરિયા નજીક ત્રિપલ અકસ્માતમાં 44 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની અને ઇજાગ્રસ્તોને સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાતા અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઇજાગ્રસ્ત મુસાફરો અને તેમના સગા- સંબંધીઓ માટે તાબડતોડ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ટિફિનની સગવડ પૂરી પાડવામાં આવી હતી.
સાર્વજનિક હોસ્પિટલ તબીબ, સ્ટાફ અને સાકરિયાના ગ્રામજનો સતત ખડેપગે રહ્યા
સાકરિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં સાકરિયા ગામના લોકો સ્થળ પર દોડી પહોંચી ઇજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢી ખાનગી વાહન મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખસેડી ઇજાગ્રસ્તોને પરિવારની માફક હૂંફ આપી હતી , સાર્વજનિક હોસ્પિટલમાં 44 ઇજાગ્રસ્તો સારવાર માટે પહોચતાં તબીબો અને સ્ટાફ ખડેપગે તમામ ઇજાગ્રસ્તોને સારવાર આપી ગંભીર ઈજાગ્રસ્તોને હિમતનગર હોસ્પિટલમાં ખસેડી દીધા હતા