અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર ઝડપથી ઘરફોડ ચોરીના વણઉકેલ્યા ગુન્હાને ઉકેલી ચોર -લૂંટારુઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબીએ મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે પાન પાર્લરમાંથી મિત્ર સાથે મળી ચોરી કરનાર સગીરને ઝડપી પાડી સગીરની નાઇટીમાં સંતાડી રાખેલ 21 હજારથી વધુની રોકડ રકમ રિકવર કરી ગણતરીના કલાકોમાં ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો સગીર ચોરના પિતા ચોરીની ઘટનામાં પુત્રની સંડોવણી જોઈ આઘાતમાં સરી પડ્યા હતા.
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે રેલ્લાવાડા ગામમાં મુખી કોમ્પલેક્ષમાં આવેલ ગોગા પાન સેન્ટરમાં ધાડ પાડનાર સગીરને ગણતરીના કલાકોમાં બાતમીદારો સક્રિય કરી ઝડપી લીધો હતો પિતાની હાજરીમાં સગીર પુત્રની એલસીબી પોલીસે તલાસી લેતા તેને પહેરેલ નાઇટીના ખિસ્સામાંથી ચોરી કરેલ રૂ.21330/-મળી આવતા પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી સગીરને પૂછપરછ કરતા તેના મિત્ર સાથે મળી ગોગા પાન પાર્લરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે સગીરને ઈસરી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી સગીરના મિત્રને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સગીર ચોરીના રવાડે ચડતા સગીરના પરિવારજનો સહિત સમગ્ર પંથકના લોકો ચોંકી ઉઠ્યા હતા