અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ કરનાર આંતરરાજ્ય બુટલેગરોને દબોચી લઇ પાસા હેઠળ કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેતા સ્થાનિક અને આંતરરાજ્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ બુટલેગર મનજીતસિંગ વિજયસિંગ યાદવ (રહે,મુમતાજપુરા, ગુડગાઉ-હરિયાણા)ને ઝડપી પાડી તેના ગુન્હાની વિગતો એકત્ર કરી બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી.ત્યારે મેજિસ્ટ્રેટ પ્રશિસ્તી પરીકે બુટલેગરના ગુન્હાહિત ઇતિહાસના આધારે પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કરતા એલસીબી પોલીસે બુટલેગર મનજીતસિંગ યાદવની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી થતાં પોલીસ ની કામગીરીથી ફફડી ઉઠ્યો હતો