મોડાસા શહેરની હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલા રાજસ્થાની ડ્રાઇવરને હોસ્પિટલ બહાર બે ગઠિયાએ રાજસ્થાની તરીકે ઓળખ આપી વિશ્વાસ કેળવી ખોદકામ દરમિયાન અડધા કિલો સોનાનો હાર મળ્યો હોવાનું કહી લલચાવી સોનાના બે સાચા દાણા ચેક કરવા આપ્યા બાદ સતત ડ્રાઇવરનો મોબાઈલ પર સંપર્ક બનાવી આખરે બંને ગઠિયાઓએ ડ્રાઇવરને નકલી સોનાનો હાર પધરાવી 46 હજારથી વધુ રૂપિયા ખંખેરી લેતા ડ્રાઇવર અને તેનો પરિવાર સોનાનો હાર સોની પાસે ચેક કરાવતા નકલી હોવાનું જણાવતા ડ્રાઇવરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા એલસીબી પોલીસે બંને ઠગ્સને ગણતરીના કલાકોમાં ડુગરવાડા ચકડી નજીકથી દબોચી લઇ 40 હજાર રિકવર કર્યા હતા
રાજસ્થાનના બીછીવાડામાં રહેતા સુરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ નામનો ડ્રાઇવર થોડા દિવસ અગાઉ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે લઈને આવ્યો હતો હોસ્પિટલ બહાર ઉભો હતો ત્યારે ભવર બાબુ સલાટ અને રવિ ગંગારામ સલાટ તેની પાસે પહોંચી રાજસ્થાની છો કહી વાતચીત કર્યા બાદ એકબીજાના મોબાઇલની આપલે કર્યા પછી ભવર લાલે કમલેશ બાબુ અખરિયા તરીકે ઓળખ આપી કોલ કરી તેને વાપીમાં માર્બલ ખોદકામ દરમિયાન અડધા કિલો સોનાનો હાર મળ્યો હોવાનું અને તેની પાસેથી સોની ખરીદી નહીં કરે જણાવી મોડાસા બસ સ્ટેન્ડ પાસે બોલાવી ભવર અને રવિએ બે સોનાના સાચા દાણા આપી ચેક કરાવવાનું જણાવતા સોનાના દાણા સાચા હોવાથી ડ્રાઇવરને લાલચ આપી સોનાનો હાર વેચી આપી મળેલ રકમમાંથી પૈસા આપવાનું કહી લલચાવ્યા બાદ ડ્રાઇવરને બે લાખમાં સોનાનો હાર વેચવાનું જણાવતા ડ્રાઇવર પાસે 50 હજારની સગવડ હોવાનું જણાવ્યુ હતું
સુરેન્દ્રસિંહ ચૌહાણને બંને ગઠિયાઓએ વિશ્વાસમાં લઇ 50 હજારમાં સોનાનો હાર આપવાનું કહેતા ડ્રાઇવર પરિવાર સાથે કાર લઇ મોડાસા બોલાવી નકલી હાર પધરાવી ડ્રાઇવર પાસે રહેલા રૂ.46600/-લઇ બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા ડ્રાઇવરે સોનાનો હાર મોડાસાના જ્વેલર્સ પાસે ચેક કરાવતા નકલી હોવાનું જણાવતા પગ તળેથી ધરતી ખસી ગઈ હતી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાની ડ્રાઇવરને અસલી સોનાનો હાર કહી નકલી હાર પધારવી દેનાર બે ગઠિયા ડુગરવાડા ચોકડી નજીક હોવાની બાતમી મળતા તાબડતોડ ડુગરવાડા ચોકડી નજીક પહોચી ભવર બાબુ સલાટ (રહે,હાલ બાયડ પોલીસ સ્ટેશન સામે,મૂળ.રહે.બાંકડા-રાજ) અને રવિ ગંગારામ સલાટ (રહે.ગોયલી-રાજ)ને દબોચી લઇ છેતરપિંડી કરી મેળવેલ રકમમાંથી રૂ.40200/- અને મોબાઈલ મળી રૂ.40700/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીને ટાઉન પોલીસને સોંપવા તજવીજ હાથધરી હતી