શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પાંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં વણકર ભવનનું નિર્માણ માટે કાર્યશીલ છે ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની મિટિંગ મોડાસા શહેરમાં સાબરકાંઠા અરવલ્લી અને કપડવંજ વિસ્તારના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મહાસંઘના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની મેટ્રો હોટેલ બેંકવેટ હોલમાં રવિવારે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પાંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેટ્રન ટ્રસ્ટી ર્ડો.કરસનદાસ સોનેરી, પેટ્રન કુસુમબેન ચૌહાણ,પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, સંસ્થાના પ્રમુખ ર્ડો.અમૃતભાઈ પરમાર,મહામંત્રી એચ.પી.સોલંકી સહિત મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું પુષ્ગુચ્છ અને શાબ્દીક સ્વાગત અરવલ્લી,સાબરકાંઠા અને કપડવંજ વિસ્તારમાં ટ્રસ્ટીઓએ અને મહાસંઘ સાથે જોડાયેલ હોદ્દેદારોએ કર્યું હતું દુર્ગેશ ભાઈ પ્રણામીએ શબ્દોથી મહેમાનોને આવકાર્યા હતા કાર્યક્રમની રૂપરેખા હસમુખ સક્સેનાએ આપી હતી ટ્રસ્ટી મંડળની મિટિંગમાં બે મિનીટ મૌન પાડી ટ્રસ્ટી સ્વ.સ્વપ્નિલ મહેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી કાર્યક્રમની આભાર વિધિ ગોવિંદ કાપડિયાએ કરી હતી
શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પાંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં 25 ફેબ્રુઆરી 2024 વણકર ભવનના ઐતહાસિક ભૂમિ પૂજન પછી પ્રથમ વાર સાબરકાંઠા-અરવલ્લી મહાસંઘના ટ્રસ્ટીઓના આંગણે મોડાસા શહેરમાં યોજાયેલ ટ્રસ્ટી મંડળની મિટિંગને સફળ બનાવવા દુર્ગેશ પ્રણામી,બી.કે.ચાવડા,જે.પી.રાજ,મણિલાલ મોરી,એલ.પી.બુટાલા, જીતેન્દ્ર અમીન અને ટ્રસ્ટ મંડળ સાથે જોડાયેલ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી