asd
32 C
Ahmedabad
Thursday, October 3, 2024

પંચમહાલ : લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવને 5 લાખની વધુ લીડથી જંગી વિજય, કોંગ્રેસમાં સન્નાટો


                    

Advertisement

ગોધરા                                                                                      

Advertisement

વિજેતા ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદારોનો આભાર વ્યક્ત કરી, પંચમહાલ જીલ્લાને વિકાસની ગતિ તેજ બનાવી નવી ઊંચાઈ પર લઇ જવા નેમ વ્યક્ત કરી 

Advertisement

પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવનો ભવ્ય વિજય થયો છે.કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણનો કારમો પરાજય થયો છે. ભાજપાના મધ્યસ્થ કાર્યાલય ખાતે શુભકામનાઓ પાઠવી હતી. કોગ્રેસના કાર્યકરોમા ગમનો  માહોલ જોવા મળ્યો હતો. 

Advertisement

 પંચમહાલ લોકસભા બેઠક માટે આજે  ગોધરા પાસે આવેલી નસીરપુર સરકારી ઈજનેરી કોલેજ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરીમા મતગણતરી હાથ ધરાઈ હતી. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામા આવી હતી. શરુઆતી વલણોમા ભાજપે મજબુત પકડ બનાવી હતી, પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવને બહુમતી મળતા જતા કાર્યકરોમા ખુશીની લાગણી જોવા મળી હતી. ગોધરા ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે એકત્ર થયા હતા.જ્યા રાજપાલસિંહ જાદવને અભિનંદન પાઠવામા આવ્યા હતા. રાજપાલ સિંહ જાદવે પાચ લાખની વધુ  લીડ મેળવતા તેમની જીત હવે નિશ્ચિત મનાઈ રહી છે. તેમને જણાવ્યુ હતુ કે ફોર્મ ભરતી વખતે જે રીતે મને મતદારોનો સપોર્ટ મળ્યો હતો.તેજ રીતે મતદાનમા પણ સપોર્ટ મળ્યો છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. પંચમહાલના પ્રભારી જણાવ્યુ હતુ કે પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવ પાંચ લાખ મતોથી વિજય આપવા બદલુ આભારી છુ. અમારા કાર્યકરોએ પણ મહેનત કરી છે તેમનો પણ વિજય છે. મતદાર ભાઈઓ બહેનોનો વિશ્વાસ અપાવુ છુ કે પંચમહાલની વિકાસની નવી ઉચાઈ ને સર કરવા માટે આગળ વધશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!