વિજેતા શોભનાબેન બારૈયાએ મતદારોનો આભાર માની લોકોની સેવા સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના વિકાસ માટે કટિબધ્ધ હોવાનો હુંકાર કર્યો સાબરકાંઠા જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જંગી જનસભામાં છોટી બહેન તરીકે શોભાનાબેન બારૈયાને વિજય બનાવવાની હાકલ સંજીવની સાબિત થઈ, કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોની તનતોડ મહેનત બાદ હાર થતાં કૉંગ્રેસીઓમાં ભારે સન્નાટો
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે અરવલ્લી જીલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ અટકના વિવાદના પગલે તેમની ટીકીટ કાપી પ્રાંતિજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટીકીટ આપતા ભાજપના કેટલાક સનિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકરો સમસમી ઉઠ્યા હતા અને આયાતી ઉમેદવાર ગણાવી ભારે વિરોધ થયો હતો છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનું પલડું ભારે હોવાની સાથે કોંગ્રેસ સાબરકાંઠા બેઠક પર વિજય નિશ્ચિત હોવાનું મનાતું હતું ત્યારે આજે પરિણામ જાહેર થતાં કોંગ્રેસ સહિત શોભનાબેન બારૈયાનો વિરોધ કરનાર ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોના સન્નાટો ફેલાયો હતો
સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી સામે ભાજપે શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતારતા આયતી ઉમેદવારનું લેબલ અને ભીખાજી ઠાકોરની ટીકીટ કપાતા તેમના સર્મથકોનો ભારે વિરોધ ભાજપના પાયાના કાર્યકરને ટીકીટ આપવાની માંગ સહિત ક્ષત્રિય આંદોલનને પગલે કોંગ્રેસના તુષાર ચૌધરીનો વિજય નિશ્ચિત હોવાનું અને એક તરફી મુકાબલો હોવાની ચર્ચા વચ્ચે મતગણતરીના દિવસે ભાજપના શોભનાબેન બારૈયાનો એક લાખથી વધુની લીડ સાથે વિજય થતાં શોભનાબેન બારૈયાના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો