અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસે બકરી ઈદમાં કુરબાની આપવા વેચાણ અર્થે ગૌવંશ રાખનાર કસાઈઓ સામે તવાઈ બોલાવી છે સતત બીજા દિવસે રાણાસૈયદ વિસ્તારમાં કોમ્બિંગ હાથધરી 10 ગૌવંશને બચાવી લીધા હતા
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં પોલીસ દ્વારા બીજા દિવસે પણ કોમ્બિંગ યથાવતરાખવામાં આવ્યું છે.મોડાસા ટાઉન PI કે.ડી ગોહિલ અને તેમની ટીમે બુધવારે ભર બપોરે રાણાસૈયદ વિસ્તારમાં ત્રાટકી ઝાડી-ઝાંખરામાં મુશ્કેટાટ હાલતમાં બાંધેલ કતલખાને ધકેલવાના ઈરાદે બાંધી રાખેલ બળદ અને વાછરડા નંગ-10 ને બચાવી લઇ કિં.રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઈ ગયેલા અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા ટાઉન પોલીસે રાણાસૈયદ વિસ્તારમાં સતત બીજા દિવસે ગૌવંશને બચાવવા કોમ્બિંગ હાથધરતા પોલીસ સાથે રહેલ પંચને જોઈ મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને મહિલાઓના ટોળામાંથી કોઈએ કોંકરી ચાળો કરતા પોલીસ ચોંકી ઉઠી હતી મામલો તંગ બને તે પહેલા સ્થાનિક આગેવાનો સાથે સમજવાટ કરી મામલો વધુ બીચકે નહીં તે માટે તાત્કાલિક રીતે કતલખાને ધકેલાઈ જાય તે પહેલા ગૌવંશ ને મોડાસા ટાઉન પોલીસ મથકે લઈ આવવું મુનસીબ માન્યુ હતું.આગામી બકરા ઈદ નિમિતે કુરબાની માટે રાણા સૈયદ વિસ્તારમાંથી વધુ પશુઓ બચાવી લેવા ટાઉન પોલીસ મક્કમ હોવાનું PI કે.ડી ગોહિલે જણાવ્યું હતું.ટાઉન પોલીસે છેલ્લા બે દિવસમાં કુલ 28 પશુઓનો જીવ બચાવ્યો છે ત્યારે પોલીસે તમામ પશુઓ ને ઇડર પાંજરાપોળ ખસેડવા કાર્યવાહી હાથ ધરી પશુ સરક્ષણ કાયદા મુજબ ગુનો નોંધી નિયમાંનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.