વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે.ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે ગરબા કે ક્રિકેટ રમતા રમતા,લગ્નમાં નાચતી વખતે જીમમાં કસરતી કરતા કરતા કે વાહન ચલાવતા હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોત નિપજાવવાના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ હતી પોલીસ જવાનનું હ્રદય રોગથી પ્રાણ પંખેરું ઊડી જતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું
અરવલ્લી જીલ્લા પોલીસ ભવનમાં આવેલ જીલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ હડુલા મોડાસા શહેરમાં બજારમાં કામકાજ અર્થે ગયા હતા અચાનક જગદીશ ભાઈને છાતીમાં દુઃખાવો ઉપડતાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દવાખાને ખસેડતા જીંદગી સામે જંગ લડતા કમાન્ડો જીંદગી સામે જંગ હારી જતા મિલનસાર સ્વભાવ ધરાવતા જગદીશ ભાઈ હડુલાના મોતથી પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ હતી SP શૈફાલી બારવાલ,ASP સંજય કેશવાલા, સાથી પોલીસકર્મીઓ રમેશભાઈ પ્રજાપતિ,ગોરધનભાઇ,કનુભાઈ અને અન્ય પોલીસકર્મીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી જગદીશભાઈ હડુલાના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું