અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે પેરોલ ફર્લો ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા નવ મહિનાથી વોન્ટેડ આરોપીને મોડાસા શહેરની મેઘરજ બાયપાસ ચોકડી નજીકથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ કે.આર.દરજી અને તેમની ટીમે મોડાસા રૂરલ અને ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા નવ મહિના અગાઉ ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનની અંદર ઘૂસી ચોરી કરી પોલીસને હાથતાળી આપતો આરોપી સંજય નરસિંહ ખાંટ (રહે,સંજેલી-મોડાસા) મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ ચોકડી નજીક ઉભો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તબડતોડ બાતમી આધારીત સ્થળે પહોંચી સંજય ખાંટને કોર્ડન કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો