એક મહિના અગાઉ ચોરી કરેલ સિંચાઈ ડ્રીપ પાઈપના વીંટો સાથે ટ્રકમાં ગોધરાના બે ચોર પરત માલપુર તરફ વેચાણ અર્થે આવતા હતા..!!
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસે માલપુર તાલુકાના જોગીવંટાના ગામની સીમમાં આવેલ ખેતરમાંથી એક મહિના અગાઉ સિંચાઈ ડ્રીપ પાઈપની ચોરી કરનાર ગોધરાના બે ચોરને ચોરી કરેલ ડ્રીપ પાઈપના વીંટો ભરેલ ટ્રક સાથે ચોરીવાડ ત્રણ રસ્તા નજીકથી દબોચી લઇ 4.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ડ્રીપ પાઇપની ચોરીના મુખ્ય સૂત્રધાર દાહોદ ધાનપુરના અજય ભીલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમ બનાવી પેટ્રોલીંગ હાથધરતા માલપુરના જોગીવંટા ગામના ખેતરની સીમમાંથી સિંચાઇ ડ્રીપ પાઇપોની ચોરી કરનાર શખ્સો ટ્રકમાં ડ્રીપ પાઇપના વીંટાઓ સાથે ગોધરાથી નીકળી માલપુર તરફ પસાર થવાના હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસે મોડાસા-લુણાવાડા હાઇવે પર આવેલ ચોરીવાડ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી ડ્રીપ પાઇપના વિંટા નંગ-13 કિં.રૂ.6500/- તથા ટ્રક અને મોબાઈલ મળી કુલ.રૂ.4.15 લખાનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રીપ ચોરી કરનાર અસ્ફાક ઉર્ફે કાળિયો અબ્દુલ્લા જભા (રહે,ધનતિયા પ્લોટ,હમીરપુર રોડ પક્કી મસ્જીદ સામે,ગોધરા) અને શાહનવાજ મોહમ્મદ યુનુસ સિદ્દીક શેખને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી ડ્રીપ ચોરીના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર અજય મંગા ભીલ (રહે, ધાનપુર-દાહોદ)ને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જીલ્લા એલસીબી પોલીસે માલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો