38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ :અમદાવાદ રોડ પર ગાયનો અકસ્માત થતા કરૂણા હેલ્પલાઇન મદદરૂપ બની જીવતદાન...

પંચમહાલ :અમદાવાદ રોડ પર ગાયનો અકસ્માત થતા કરૂણા હેલ્પલાઇન મદદરૂપ બની જીવતદાન આપ્યુ

0
134

 

ગોધરા

ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા નર્મદા કેનાલ પાસે અકસ્માતમાં ઘવાયેલી ગાયનુ કરુણા એમ્બયુલન્સ દ્વારા સારવાર કર્યા બાદ તેને જીવતદાન આપવામા આવ્યુ હતું

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાનાં અમદાવાદ રોડ પર પોલીસ ચોકી નર્મદા કેનાલ પુલ પાસે ગાયનું અજાણ્યા વાહને અડફેટ આવી ગઈ હતી,જેમા ગાયને અકસ્માત થતાં ગંભીર હાલત માં ધવાઈ હતી.તેવામાં કોઈ રાહદારીએ 1962 નંબર ઉપર જાણ કરતા કરૂણા ગોધરા ટીમ પાઇલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ ડૉક્ટર આંચલ પટેલ ને કોલ મળતા તુરંત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પશુને જરૂરિયાત પ્રમાણે સારવાર પુરી પાડી હતી અને મોત નાં મુખમાંથી બચાવી હતી. સમયસર સારવાર મળી જતા ગાય નો જીવ બચી જતા રાહદારીએ રાહતનો શ્વાસ લીધો હતો.સારવાર કર્યા બાદ ઘાયલ પશુને વધુ સારવાર માટે ગોધરા ખાતે ખસેડવામાં આવ્યું હતું.આમ કાર્ય માં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થમાં સેવા વરદાન રૂપ નિવડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!