પંચમહાલ
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલી ખાણીપીણીની લારીઓ પર જીલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સવાર સવારમા તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા લારીઓ અને હોટલોમાંથી 20થી વધુ રાંધણગેસના ઘર વપરાશના બોટલો કબ્જે કરવાની કાર્યવાહી કરવામા આવી હતી.જેના પગલે ખાણીપીણીની લારીઓના વેચાણધારકોમા ભારે ફફડ઼ાટ વ્યાપી ગયો હતો. આ ચેંકીગમા મામલતદારની ટીમ પણ જોડાઈ હતી.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ સ્ટાફ તથા મામલતદાર ગોધરા દ્વારા ગોધરા શહેરમાં ખાણી પીણીની લારીઓ તેમજ હોટલો ઉપર આકસ્મિક ચેકીંગ સવારથી હાથ ધરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. મામલતદાર અને જીલ્લા પુરવઠા અધિકારીની ટીમે ખાણીપીણી ની લારીઓ અને હોટલોમા તપાસ હાથ ધરી હતી .જેમા તપાસ દરમિયાન ઘરવપરાશ નાં રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા.
જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણાના જણાવ્યા અનુસાર
ઘર નાં રાંધણ ગેસ નાં 1 બોટલ ઝડપાઇ તો રૂ.7 થી 10 હજાર નો દંડ સહિત કાર્યવાહી કરવામાં આવશે . ઉજ્જવલા યોજના અંતર્ગત જે બોટલ ગરીબો ને દર મહિને મળવા જોઈએ તેની જગ્યાએ દર દોઢ થી બે માસે એક બોટલ આપવામાં આવે છે.આમ ગરીબ લાભાર્થી દીઠ બાકીના 6 બોટલ આવી રીતે કાળાબજાર માં વેચવામાં આવે છે.જે ગરીબ સાથે અન્યાય થતો હોય છે.તેમ પુરવઠા અધિકારીએ જણાવ્યુ હતુ