asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

મેઘરાજાની ધમાકેદાર Opning : અરવલ્લી-સાબરકાંઠામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, લોકો ફફડી ઉઠ્યા


             

Advertisement

  વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ છવાયો,ભારે પવનથી અનેક જગ્યાએ લાગેલ હોર્ડિંગ્સ હવામાં ઉડ્યા,વૃક્ષો ધરાશાયી થયા,વરસાદ સાથે વીજળી ડૂલ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, મોડાસા શહેરની અનેક સોસાયટી વિસ્તારના માર્ગો પર પાણી ભરતાં શહેરીજનોમાં રોષ                         

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના અનેક વિસ્તારોમાં રાત્રિના સુમારે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો હતો ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લાગેલ હોર્ડિંગ્સ હવામાં ફંગોળાયા હતા મધ્ય રાત્રિએ વીજળી ના તેજ ચમકારા અને આકાશમાંથી બોમ્બ વરસતા હોય તેવા કડાકા-ભડાકા થતાં લોકો રીતસરના ફફડી ઉઠ્યા હતા ભારે પવનના પગલે વીજ પ્રવાહ ખોરવાતા પ્રજાજનો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા.                                                                    

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા,ભિલોડા,શામળાજી સહિત અનેક વિસ્તારો અને સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર અને ઇડર પંથકમાં શનિવારે રાત્રિના સુમારે ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો ધોધમાર વરસાદના પગલે અસહ્ય ગરમીથી સામાન્ય રાહત થઈ હતી રવિવારે વરસાદ બાદ વાતાવરણમાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા વરસાદ થતાં બાજરી પકવતા ખેડૂતોને બાજરીનો પાક વરસાદમાં પલળી જતા નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન પહેલા પ્રી મોન્સુન વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ચોમાસું સારું રહેશેની આશા રાખી રહ્યા છે                                                                          

Advertisement

મોડાસા શહેર અને ભિલોડા નગરમાં મધ્ય રાત્રિએ કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થતાની સાથે વીજળી ડૂલ થતાં લોકો અસહ્ય બફારાથી રીતસરના તોબા પોકારી ઉઠ્યા હતા દોઢ કલાક જેટલો સમય વીજ પ્રવાહ ખોરવાતા પ્રજાજનોએ વીજ કચેરીઓમાં ફોનનો મારો ચલાવ્યો હતો 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!